રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) માં આવી વધુ એક ઘટના સામે આવી છે. રસ્તે રખડતી ગાયએ વૃદ્ધને સતત ત્રણ મિનિટ સુધી રગદોળ્યા હતા. આ સમગ્ર ઘટના રાજકોટના ગોપાલ ચોક નજીક બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ગોપાલ ચોક નજીક આવેલી સ્કાય કિડ્સ સ્કુલની સામે રસિકલાલ નામના વૃદ્ધ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામે ઊભેલી ગાયે અચાનક રસિકલાલ પર હુમલો કર્યો હતો. રસિકલાલ જમીન પર પટકાતા ગાયે શીંગડા અને પગ વડે સતત ત્રણ મિનિટ સુધી રગદોળ્યા હતા. આ દરમિયાન રસીકલાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું મોત થયું હતું.
રખડતા ઢોરે વધુ એક માસુમનો જીવ લીધો#rajakot #trishulnews #gujarat #Viralvideo #video pic.twitter.com/8jVeH2WKBg
— Trishul News (@TrishulNews) November 16, 2022
સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. આ ઘટનાને લઈને રસિકલાલના પુત્ર વૈભવે ગાય માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં પ્રથમવાર રખડતા ઢોરે લીધેલા ભોગનો પ્રથમ ગુનો નોંધાયો છે. સાથોસાથ રસિકલાલના પુત્રએ જણાવ્યું હતું કે, જો કાર્યવાહી નહીં થાય તો અન્નનો ત્યાગ કરી કમિશનર ઓફિસ પાસે બેસી જઈશ.
સીસીટીવીમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, રસિકલાલ શાંતિથી પસાર થઈ રહ્યા છે, તે દરમિયાન અચાનક જ સામે ઊભેલી ગાય રસિકલાલ પર તૂટી પડે છે. સતત ત્રણ મિનિટ સુધી રસિકલાલ ને રગદોળે છે. રસિકલાલ ગાયથી બચવા અનેક પ્રયત્નો કરે છે, પરંતુ ગાય રસિકલાલને મુકવા તૈયાર નથી. ગાય ચારે પગેથી રસિકલાલ પર હુમલો કરવા લાગે છે. જાણવા મળ્યું છે કે માથાના ભાગે વધુ માર વાગતા રસિકલાલ ત્યાં ને ત્યાં જ બેભાન થઈ જાય છે.
આ પહેલા પણ ગુજરાતના અનેક શહેરોમાં રસ્તે રખડતા પશુઓને કારણે અનેક લોકો પર જીવલેણ હુમલા થયા છે, સાથે કેટલાયના મોત પણ થયા છે. તેમ છતાં રખડતા પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ થયેલી મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.