રાજકોટ(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત(Accident) દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે રાજકોટ(Rajkot) શહેરની ગ્રીનલેન્ડ(Greenland) ચોકડી પાસે આવેલા લક્ષ્મણપાર્ક(Laxmanpark)માં હીટ એન્ડ રન(Hit and run)ની ઘટના બની હતી. જેમાં મિની ટ્રકના ચાલકે સાયકલને ઉલાળી 11 વર્ષના તરૂણને કચડી નાખ્યો હતો અને મિની ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઇ ગયો હતો.
આ ઘટનામાં ૧૧ વર્ષના મયંકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મયંક તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બનાવ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અહી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક મયંક ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. જાણવા મળ્યું છે કે, તેના પિતા ગેરેજ ચલાવે છે. એકના એક પુત્રના મૃત્યુથી પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.