સત્તાના નશામાં ચૂર ભાજપનાં ધારાસભ્યોના કારનામા જોઇને તમે પણ વિચારતા થઇ જશો, વડોદરામાં એક ભાજપનો કાર્યકર સ્વિમિંગ પુલમાં ન્હાતી મહિલાઓના ફોટો ખેંચી રહ્યો હતો, નરોડામાં એક ધારાસભ્ય મહિલાને લાતો મારીને ધુત્કારી રહી રહ્યો હતો, હવે ત્રીજો નેતા યુવતીને બેફામ ગાળો આપીને માફી માંગે છે.
અમદાવાદના નરોડાનાં ધારાસભ્ય થાવાણીએ એક મહિલાને માર માર્યો અને બાદમાં માફી માંગીને નાટક કર્યું, હવે રાજકોટમાં પણ એવી ઘટના બની છે, અહીયા ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ એક એન્કર યુવતીને બેફામ ગાળો આપીને ભાજપના સંસ્કારોનું પ્રદર્શન કર્યું છે.
શહેરના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઇ રહી હતી, ત્યારે એન્કર યુવતીએ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની જગ્યાએ સરનેમ અરવિંદ પટેલ બોલાઇ ગઇ હતી, અહી યુવતીની ચોક્કસથી ભૂલ હતી પરંતુ તેનો મોટો ઇશ્યૂં બનાવીને રૈયાણી અને કોર્પોરેટર પીપળિયાએ યુવતીને બોલાવીને તેની સાથે અભદ્વ વર્તન કર્યું, એક સ્ત્રીને કયારેય ન બોલાય તેવી ગાળો આપી, જેથી ડરી ગયેલી તૃપ્તી શાહ નામની એન્કર ત્યાં જ રડી પડી હતી, તેને વિચાર્યું જ નહીં હોય કે ભાજપના નેતાઓ આવી ગુંડાગીરી કરી શકે છે.
જો કે બાદમાં અન્ય ભાજપના કાર્યકર્તાઓનાં કહેવાથી રૈયાણીએ યુવતીની માફી માંગી હતી, પરંતુ અહી સવાલ એ છે કે શું ભાજપના નેતાઓને ગુંડાગીરી કરવાનું લાયસન્સ આપી દેવામાં આવ્યું છે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વતનમાં જ આવા કિસ્સા બનતા તેમના માટે પણ શરમજક વાત છે.
થોડા દિવસો પહેલાજ એક યુવક સ્વ્મીંગ પુલમાં નાહતી યુવતીનો વિડીયો ઉતરતો હતો. તે ઘટના સામે આવી હતી. તપાસ કરવામાં આવી તો આ યુવક ભાપના IT સેલનો સક્રિય કાર્યકર નીકળ્યો હતો. તો આ ઘટના જોઇને આપણને સવાલ થાય કે આ ભાપના નેતોને આવા કામ કરવાના આધિકાર કોણ આપતું હશે ? ત્યાર બાદ તેમના વિરુધ કોઈ પણ પગલા ભરવામાં આવતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.