આજકાલ કોરોનાથી બચવા માટે લોકો એવા એવા નુસ્ખા અપનાવે છે કે, જે ક્યારેક જોખમી પણ સાબિત થઈ જાય છે. ડોક્ટરની સલાહ વગર કંઈ પણ કરવું જાનલેવા સાબિત થઈ શકે છે. આ દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રણ કોરોના દર્દી મિથિલિન બ્લુની બોટલ પી ગયા હતા. હાલ આ ત્રણેય દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યું છે કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે પ્રિ ટ્રાએજ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર માટે રાખવામાં આવે છે. આ દરમિયાન શુક્રવારે સાંજે એક અજાણ્યો શખ્સ મિથિલન બ્લૂની બોટલનો થેલો લઈને આ વોર્ડમાં આવ્યો હતો.
આ શખ્સ દર્દીઓને મિથિલિન બ્લુની બોટલો આપી ગયો હતો. આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ દવા આપવામાં આવી છે તેવું સમજીને દર્દીઓ આખી બોટલ ગટગટાવી ગયા હતા. ડોકટરોને આ વાતની જાણ થતા દર્દીઓને તાત્કાલિક મેઈન બિલ્ડિંગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ દવા ગટગટાવી જનાર ત્રણેય દર્દીઓની હાલત ખુબ ગંભીર છે.
મળતી માહિતી મુઈજબ, આ શખ્સે કોઇપણ જવાબદાર અધિકારીની મંજૂરી લીધા વગર જ ખાટલે ખાટલે જઇને દર્દીને મિથિલિન બ્લૂની બોટલ આપી દીધી હતી. બોટલ આપનાર હોસ્પિટલનો સ્ટાફ હોવાનું સમજી દર્દીઓએ તે બોટલ લઇ લીધી હતી. પરંતુ, તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતથી અજાણ ત્રણ દર્દીઓ આખે આખી બોટલ ગટગટાવી ગયા હતા.
પ્રિ-ટ્રાએજ એરીયામાં મિથિલિન બ્લુની બોટલોનો થેલો ભરી આપવા આવનાર શખ્સને કેમ કોઈએ રોક્યો નહિ તે મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. સેવાના નામે અપાતી દવા ડોક્ટરોની સલાહ વગર લેવી જોખમી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મિથિનિલ બ્લૂ કોરોનાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થઈ છે. પરંતુ આ દવા ડોકટરોની સલાહ વગર લેવી હિતાવહ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.