ગુજરાતમાં આગામી 19મી જૂનના રોજ યોજનારી રાજ્ય સભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. કૉંગ્રેસનાં કુલ આઠ ધારાસભ્યના રાજીનામાં બાદ ભાજપ ત્રણ બેઠક પર જીત થશે તેવો દાવો કરી રહ્યું છે. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક જીતવા માટે કૉંગ્રેસ પાર્ટીએ પણ કમર કસી છે. કોગ્રેસમાં હવે વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને અલગ-અલગ જગ્યા પર રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
આ દરમ્યાન, રાજ્યસભા ચૂંટણી મુદ્દે હાર્દિક પટેલનુ નિવેદન સામે આવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં 4 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે એવામાં હાર્દિક પટેલના નિવેદનથી રાજકારણ વધુ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે. હાર્દિક પટેલના કહેવા પ્રમાણે ભાજપના બેથી ત્રણ ધારાસભ્યો કે જેઓ મંત્રી પદ ન મળવાને કારણે અસંતુષ્ટ છે તેઓ કૉંગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે.
હાર્દિક પટેલે શું કહ્યું ?
રાજકોટ ખાતે એક રિસોર્ટમાં રોકાયેલા કૉંગ્રેસના 18 ધારાસભ્યોને આજે પરેશ ધાનાણીના ગઢમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્ય ગઢડા થઈને ધારી જવા માટે નીકળ્યા છે. ત્યારે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના બંને ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા થશે. કૉંગ્રેસને જીત માટે મત ખૂટે છે ત્યારે કેવી રીતે જીત થશે તેવો સવાલ કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મંત્રીપદ નથી મળ્યું તેવા ભાજપા બે જૂના ધારાસભ્યો કૉંગ્રેસ હાઇકમાન્ડના સંપર્કમાં છે. આ મામલે 15-16 તારીખ સુધીમાં બંને ધારાસભ્યો સાથે સંકલન થઈ જશે.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના વડોદરાના અને સાબરકાંઠાના 1 ધારાસભ્ય સાથે સંપર્કમાં છે. BTPના બંને ધારાસભ્યોના મત કોગ્રેસને મળશે. આ ઉપરાંત, જીજ્ઞેશ મેવાણીનો મત પણ કોંગ્રેસના ઉમેદવારને મળશે. માત્ર 1 ધારાસભ્યની જરૂર છે એ અંગે વાત ચાલુ છે. ભાજપના વડોદરાના 3 અને સાબરકાંઠાના 1 ધારાસભ્ય સાથે સંપર્કમાં છે.
કોણ કોણ છે ઉમેદવાર?
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news