હોલીવુડની ફિલ્મો જોઇને કોવિડ હોસ્પિટલમાંથી કરી 3.70 લાખની ચોરી- ટેકનીક જોઇને તો ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી

રાજકોટ(ગુજરાત): ગુજરાતમાં ચોરી અને લુંટ(Theft and robbery)ના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં બે મહિના પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ(Rajkot Crime Branch) દ્વારા કોવિડ હોસ્પિટલમાંથી પોણા ચાર લાખ રૂપિયાની ચોરીના ગુનામાં આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા(Devil Zala)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા રૂ.3.70 લાખ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. આરોપીને હોલીવુડ મુવી “AS YOU SEE ME” જોયા બાદ ચોરી કરવાની પ્રેરણા મળી હતી.

સત્કાર કોવીડ હોસ્પિટલના ડોકટર અમર જગદીશભાઈ કાનાબારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 20/7/2021 ના રોજ સવારના બાર વાગ્યા આસપાસ હું અમારી હોસ્પિટલના પહેલા માળે હતો. ત્યારે અમારી હોસ્પિટલમાં હોમ – કેરના જુના પેમેન્ટનાં રૂ.3,75,000 રોકડા આવેલ હતા. જે અમારી હોસ્પીટલ સત્કાર કોવિડ નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતા જીજ્ઞાબેન ઝાલાને મારી ચેમ્બરમાં મુકવા માટે જણાવ્યું હતી.

સાંજે મારે આ રૂપિયાનું અલગ – અલગ જગ્યાએ પેમેન્ટ કરવાનું હતું પરંતુ હું અન્ય કામમાં રોકાયેલો હોવાથી હું આ પેમેન્ટ કરી શકયો ન હતો. બીજા દિવસે સવારના નવ વાગ્યાની આસપાસ અમારી હોસ્પિટલના સ્વીપર સ્ટાફ મીનાબેન સાફ – સફાઈ કરવા માટે ત્યાં ગયા હતા. તે દરમિયાન સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. કે બાથરૂમ માં પાણીમાં પડેલું હતું. તેથી મીનાબેને તુંરત જ રીસેપ્શન કાઉન્ટર પર આની જાણ કરી હતી.

ત્યારબાદ તેઓએ તાત્કાલીક મને ફોન કરીને ત્યાં બોલાવ્યો હતો. જયારે મેં જોયું તો ડી.વી.આર. આખું પલળી ગયું હતું અને તે ખરાબ થઈ ગયું હતું. ત્યારે મને મારી ચેમ્બરમાં રાખેલ રૂ.3,75,000 યાદ આવ્યા હતા. તેથી મેં તરત જ ત્યાં જઈને જોયું તો આ રકમ ત્યાં હતી નહીં. ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચએ જણાવ્યું હતું કે, યુવાનને રાતો રાત કરોડપતિ બનવાના સપના જોતો હતો. તેથી તેને અગાઉ પણ બે વખત એસબીઆઇની ઘંટિયા શાખામાં ચોરી કરી હતી. આ ગુનામાંથી છૂટ્યા પછી તેને ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હોવાથી રાજકોટની હોસ્પિટલમાં પણ ચોરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *