ગુજરાતમાં અવાર-નવાર નેતાઓ અથવા કાર્યકરો પક્ષ પલટો કરતા આવે છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં જ ભાજપને ફટકો પડ્યો છે. ભાજપના વોર્ડ-5ના કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં મસમોટું ગાબડું પડ્યું છે. રાજકોટ વોર્ડ-5ના કોર્પોરેટર દક્ષાબેન ભેંસણીયા કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. એટલું જ નહીં ABVPના 9 હોદ્દેદારો સહિત 30 કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના નેતા જીતેન્દ્રભાઈ રૈયાણી પણ કોંગ્રેસમાં જોડાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
હાલમાં સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજકોટ મનપાની ચૂંટણી પહેલા ભાજપના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દક્ષાબેન ભેંસણીયા કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. NOGના ચાંદનીબેન પણ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના પિયુષ ભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે. સાથે ભાજપના મોટા નેતાઓમાં સામેલ એવા ધારાસભ્ય અરવિંદ રૈયાણીના પરિવારિક ભાઈ જીતેન્દ્રભાઈ રૈયાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે.
રાજ્યમાં અવાર-નવાર પક્ષ પલટુઓ સામે આવતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપના 30 કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દક્ષાબેન ભેસાણિયા રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે. રાજકોટ ભાજપમાં આંતરિક નારાજગીની ચર્ચાએ જોર પકડ્યું છે. હાર્દિક પટેલની હાજરીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં અન્ય નેતાઓ પણ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા.
આજ રોજ રાજકોટમાં સર્વ સમાવેશનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સામાજીક આગેવાન ચાંદની પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા. માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિયેશનના અતુલ કાનાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. આજે રાજકોટમાં ABVPના 9 હોદેદારો સહિત 30 જેટલા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે જોડાયેલા કાર્યકરોનું કહેવું છે કે રાજકોટમાં હજુ પણ ભાજપના 5 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાશે.રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણી પહેલા સુષ્ત પડેલી રાજનીતિમાં એકાએક રાજકીય ગરમાવો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews