હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે ભર બજારમાં મચાવ્યો આતંક, લોકોમાં ફેલાયો ભયનો માહોલ

હાલ પંચમહાલ જિલ્લામાં એક વીડિયોએ સોશિયલ મીડિયામાં ઘૂમ મચાવી છે. અહીં એક યુવક હાથમાં ખુલ્લી તલવાર લઈને નીકળી પડ્યો હતો અને જાહેર માર્ગ પર ગાળાગાળી…

હાલ પંચમહાલ જિલ્લામાં એક વીડિયોએ સોશિયલ મીડિયામાં ઘૂમ મચાવી છે. અહીં એક યુવક હાથમાં ખુલ્લી તલવાર લઈને નીકળી પડ્યો હતો અને જાહેર માર્ગ પર ગાળાગાળી કરતો નજરે ચડ્યો હતો. યુવકના આ ‘આતંક’નો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, ઘટનામાં યુવકની અટકાયત કરવામાં આવી હોવાથી બાદમાં તેનો છુટકારો પણ થઈ ગયો છે. પરંતુ સમગ્ર જિલ્લામાં આ ઘટનાએ હોબાળો મચાવ્યો છે.

મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં એક યુવક અચાનક ખુલ્લી તલવાર સાથે જાહેર માર્ગ પર ધસી આવ્યો હતો. લોકો કઈ સમજે તે પહેલાં આ યુવકે ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. કારણ કે, કોઈને ઘટનાની પૂર્વભૂમિકા સમજાઈ રહી ન હતી. આ દરમિયાન એક યુવકે સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો.

આ યુવક પણ પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ યુવકે વેજલપુરના એસબીઆઈ સર્કલ પાસે બજાર માથે લેતા સ્થાનિકો ડરી ગયા હતા. યુવકે ઉતારેલા આ વીડિયોમાં યુવક ગાળાગાળી કરતો પણ નજરે ચઢ્યો હતો. બજારમાંથી પસાર થતી મહિલાઓએ પણ ચોકી ઉઠી હતી. આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

આ ઘટના બાદ યુવકની વેજલપુર પોલીસ દ્વારા અટકાયત કરીને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું છે કે, યુવક નશામાં છાકટો થઈને ખેલ ખપાટા કરતો હતો. ઉપરાંત તેણે કોઈના પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી ન હતી. પોલીસ દ્વારા યુવકને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ લાઇવ વીડિયોએ સમગ્ર પંથકના વોટ્સએપ ગ્રુપમાં ચકચાર મચાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *