ગુજરાત: ગુરૂવારે (On Thursday) આર્થર રોડ જેલમાં (Arthur Road Prison) રહેલ પોતાના દીકરા આર્યન ખાનને (Aryan khan) મળવા માટે દિગ્ગજ અભિનેતા શાહરુખ ખાન (Shahrukh khan) આર્થર જેલમાં પહોંચ્યા હતા. જયારે બીજી બાજુ બોલિવૂડની (Bollywood) જેમ જ રાજકોટમાં પણ ડ્રગ્સનું દુષણ (drugs racket in Rajkot) ફેલાયુ હોવાનું સામે આવ્યું છે.
અંડર નાઇન્ટીન રમી ચુકેલા ક્રિકેટરની માતા મીડિયા સમક્ષ આવી હતી. એમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, એનો દીકરો ડ્રગસના રવાડે ચડી ચૂક્યો છે. ડ્રગ પેડલરોએ એના દીકરાનું જીવન ધૂળધાણી કરી નાખ્યું છે ત્યારે સમગ્ર મામલે રાજ્યના ગૃહ મંત્રીએ તપાસના આદેશ પણ આપી દીધા છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ પછી રાજકોટ શહેર પોલીસ કમિશનરે સમગ્ર મામલે તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સોંપી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલ તથા PSI અસલમ અન્સારીની ટીમ દ્વારા માતાની પૂછપરછ કરાઈ હતી. પીડિત માતા પાસે સમગ્ર મામલાની હકીકત પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મેળવી હતી.
આની સાથે જ એમને તેમના દીકરાને કોના દ્વારા ધમકી આપવામાં આવતી હતી તેમના દીકરા ક્યા ક્યા શખ્સો દ્વારા ડ્રગ્સના વિષચક્રમાં ફસાયેલ છે આ તમામ બાબત અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માહિતી મેળવાઈ હતી. જેમાં મહિલાએ કહ્યું છે કે, ગત 17 જુનના રોજ તેમનો દીકરો ડ્રગ્સ મામલે ફસાયો છે.
આ બાબતની ફરિયાદ લઇ તેઓ રાજકોટ શહેરના DCP મનોહરસિંહ જાડેજાને પણ મળ્યા હતા. બાદમાં મનોહરસિંહ જાડેજા દ્વારા તેમનો કેસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને ટ્રાન્સફર કરાયો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ફરિયાદ મળ્યાના 10 જ દિવસમાં એટલે કે, 28મી જૂનના રોજ સુધા નામની ડ્રગસ પેડલરની ધરપકડ કરાઈ હતી.
આ વાતચીતમાં મહિલાએ જલાલ, ખત્રી સહિતના નામો પણ આપ્યા છે ત્યારે હાલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ શખ્સોની તપાસ હાથ ધરાઈ છે તથા મહિલા તેમજ તેના દીકરાને ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલ કોઈપણ ધંધાર્થી કોઇપણ જાતની હાનિ પહોંચાડવામાં ન આવે તે અંગે પણ પોલીસે તકેદારી રાખી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જણાવે છે કે, છેલ્લા 3 વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા NDPS ને લગતા આવા 50 જેટલા કેસ કરવામાં આવ્યા છે કે, જે કેસની સંખ્યા અન્ય વર્ષોની તુલનાએ ખૂબ જ વધારે છે. આમ, રાજકોટ શહેર પોલીસ નશાના કારોબારને નાથવા માટે સતત પ્રયત્નશીલ હોય એવું આંકડાઓ જ બોલી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.