ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) ચુંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકોટ(Rajkot) જિલ્લાના રાજ સમઢીયાળા(Raj Samadhiyala) ગામમાં કોઈપણ રાજકીય પક્ષને પ્રચાર કરવાની મંજૂરી નથી. પરંતુ જો કોઈ પોતાનો વોટ ન આપે તો તેના પર 51 રૂપિયાનો દંડ(A fine of Rs.51) કરવામાં આવે છે. ગામના સરપંચે જણાવ્યું કે, 1983થી અહીં રાજકીય પક્ષોને પ્રચાર ન કરવા દેવાનો આ નિયમ અમલમાં છે. જ્યારે મતદાન તમામ માટે ફરજિયાત છે. જો કોઈ મત ન આપે તો પંચાયત તરફથી 51 રૂપિયાનો દંડ થશે. રાજ સમઢીયાળા ગામ રાજકોટ શહેરથી માત્ર 22 કિમી દૂર છે.
મહત્વનું છે કે, આ ગામમાં શોધખોળ કરીને પણ તમને કોઈના ઘરનું તાળું નહીં મળે. કારણ કે અહીં કોઈ તેમના ઘરને તાળું મારતું નથી. ઘર તો ઘર છે, કોઈ ને કોઈ વ્યક્તિ હંમેશા ત્યાં હાજર હોય છે. પરંતુ અહીંના દુકાનદારો પણ બપોરના સમયે પોતાની દુકાનો ખુલ્લી મૂકીને ઘરે ઘરે આવીને ખાવાનું ખાઈ જાય છે. જ્યારે ગ્રાહક દુકાને આવે છે, ત્યારે તે તેની જરૂરિયાતનો સામાન લઈ જાય છે અને તેની કિંમતના પૈસા દુકાનના ગલ્લામાં મૂકીને જતો રહે છે. એક ઘટનાને બાદ કરતાં અહીં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. આ ગામમાં ચોરીની એકમાત્ર ઘટનાના બીજા જ દિવસે ચોરે પોતે પંચાયતમાં પોતાનો ગુનો કબૂલી લીધો અને તેનું પ્રાયશ્ચિત કરવા વળતર આપ્યું.
આ ગામમાં ગુટખા વિરોધી ઝુંબેશ ચલાવવાની જરૂર નથી, કારણ કે અહીં પહેલાથી જ ગુટખા પર પ્રતિબંધ છે અને કોઈ આ નિયમ તોડતું નથી. રાજકોટ જીલ્લાના રાજ સમઢીયાળા ગામે જળ સંચયની દિશામાં ખૂબ જ સારું કામ કરીને ઉદાહરણ પુરું પાડ્યું છે. સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં આવેલા આ ગામે જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ રજૂ કર્યું છે. જ્યાં હવે ખેતી અને પશુપાલન માટે પૂરતું પાણી છે. રાજ સમઢીયાળા ગામને ગુજરાતની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મળ્યો છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.