રાજ્ય ભરમાં રસ્તાઓના કામમાં કરોડો રૂપિયાના કૌભાંડો થઇ રહ્યાં છે, કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મિલિભગત આગળ વિજય રૂપાણીની સરકાર લાચાર છે, કરોડો રૂપિયાનો ખર્ચ છંતા પણ રસ્તાઓ હલકી ગુણવત્તાના બનાવવામાં આવે છે અને દર વર્ષે ચોમાસુ આવતા જ રસ્તાઓ ધોવાઇ જાય છે, જેમાં સૌથી વધારે વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવે છે, આ વર્ષે પણ સીએમના વતન રાજકોટમાં રસ્તાઓના હાલ બેહાલ છે.
રાજકોટના મોટા ભાગના વિસ્તોરમાં રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને જનતા પરેશાન થઇ ગઇ છે, ત્યારે શહેરમાં આવેલી ગ્રીનલેન્ડ ચોકડી પાસે સ્થાનિક લોકોએ રસ્તા પર ખાડામાં સુઇ જઇને સરકારનો વિરોધ નોંધાવ્યો છે, અહી મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ સરકારની કામગીરી સામે રોષ ઢાલવતા તાત્કાલિક રસ્તાઓ રિપેરીંગ કરવાની માંગ કરી છે.
લક્ષ્મણભાઇ બથવાર અને અન્ય એક વ્યક્તિ પહેલા તો રસ્તા પરના ખાડામાં સુઇ ગયા હતા અને તેમના પર માટી નાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.ત્યારે ખુદ સીએમના વતનમાં રસ્તાઓ ખખડધજ થઇ જતા સરકારની કામગીરી સામે લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.