ધોળે દિવસે પુરપાટ ઝડપે એસટી બસ ચાલકે યુવાનને ઉડાવ્યો- ધ્રુજાવી દેતો વિડીયો વાયુવેગે વાઈરલ

રાજ્યમાં અકસ્માતની ઘટના હવે સામાન્ય વાત બની ગઈ છે. દરરોજ એટલા અકસ્માત થઇ રહ્યા છે કે, આંકડો કોરોના કરતા પણ વધી રહ્યો છે. દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલ આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. રાજકોટમાં એક એસટી બસે રસ્તે ચાલ્યા જતા નવયુવાનને કચડી નાખ્યો હતો. આ તમામ ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.

રાજકોટશહેર માં ઢેબર રોડ પરના નવા બસ પોર્ટના પ્રવેશ દ્વાર પર જ એસટી બસે એક કામદારને કચડી નાખ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ બસનો નંબર GJ:18 Z-4638 જાણવા મળ્યો છે. ઢેબર રોડ પરના નવા બસ પોર્ટના પ્રવેશ દ્વાર પર જ આ ઘટના સર્જાઈ હતી. યુવકની ઓળખાણ રાજેશભાઇ મંગાભાઇ વાઘેલા તરીકે થઇ છે. રાજેશભાઇ મંગાભાઇ વાઘેલાની ઉમંર અંદાજે 40 વર્ષની હતી. અને આ યુવાન જામનગર રોડ પરસાણાનગર-૬માં રહેતો હતો. અને સફાઈ કામદાર તરીકે નોકરી કરી રહ્યો હતો. ઘટના સર્જાતા યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ તમામ ઘટનાનો સીસીટીવી ફૂટેજનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. વિડીયો જોતા સાફ-સાફ દેખાઈ રહ્યું છે કે, કઇ રીતે રાજેશભાઇ બસની ઠોકર લાગતાં પડી જાય છે અને બસ તેની ઉપર આવી જાય છે. ખુશીની વાત તો એ છે કે, સદ્દનસિબે રાજેશભાઈ બસના આગલા બે વ્હીલની વચ્ચે હોવાથી ચમત્કારીક રીતે બચી ગયા હતાં અને સામાન્ય ઈજાઓ થઇ હતી. અને તાત્કાલિક સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેમના ભાણેજ દિપકભાઇ પરમારનું જાણવું છે કે, રાજેશભાઈને મગજમાં બે હેમરેજ અને હાલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. રાજેશભાઈ તેની બહેનથીહ નાના છે. અને તેમને એક દીકરો અને ત્રણ દીકરી છે. રાજેશભાઈની પત્નીનું નામ મંજુબેન છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાજેશભાઇ પર પત્નિ અને તેમના ચાર સંતાન સહિતના સ્વજનોની મોટી જવાબદારી છે. રાજેશભાઈ એસટી બસ પોર્ટમાંજ કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામ કરે છે.

આ તમામ ઘટના અંગે એ-ડિવીઝન પોલીસે રાજેશભાઇના ભાણેજ જામનગર રોડ તોપખાનામાં રહેતાં રિક્ષા ડ્રાઇવર દિપકભાઇ જીતેશભાઇ પરમારની ફરિયાદ પરથી બસના ચાલક સામે બેફીકરાઇથી બસ ચલાવી સામાન્ય માણસની જિંદગી જોખમાય એ રીતે અકસ્માત સર્જી રાજેશભાઇને માથા અને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે. આ તમામ કાર્યવાહી એએસઆઇ આર.આર. સોલંકીએ કરી હતી. બીજીબાજુ આ ઘટનાને પગલે એસટીના અધિકારી દ્વારા ડ્રાઇવર સામે તાકીદની અસરથી કડક પગલા લેવામાં આવ્યાનું જણાવાયું છે. તસ્વીરમાં અને વિડીયોમાં સાફ-સાફ દેખાઈ રહ્યું છે કે કઇ રીતે રાજેશભાઇ બસની નીચે આવી ગયા? તે તમામ દ્રશ્યો આ વિડીયોમાં જોઇ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *