વિશ્વાસ નહી આવે: સરકારે વિજય માલ્યાને પાછો લાવવાને બદલે માફ કરી દીધી આટલા હાજર કરોડની લોન

આરબીઆઈએ 68000 કરોડ રૂપિયાની લોન ચૂકવવાનો ઇનકાર કર્યો છે. રિઝર્વ બેંકના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, આરબીઆઇ ન તો કોઈને લોન આપે છે…

આરબીઆઈએ 68000 કરોડ રૂપિયાની લોન ચૂકવવાનો ઇનકાર કર્યો છે. રિઝર્વ બેંકના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, આરબીઆઇ ન તો કોઈને લોન આપે છે કે ન તો લેખિતમાં કામ કરે છે. આરબીઆઈના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે, આ કામગીરી બેન્કો દ્વારા એનપીએ (ફસાયેલા લોન) માટેની જોગવાઈ બાદ કરવામાં આવે છે. આ અંગે ચાલી રહેલા સમાચારોને નિરાધાર ગણાવતા તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક કોઈ પણ સરકારી અને નોન-બેંકી સંસ્થાઓને ધિરાણ આપતી નથી અથવા તેમને સત્તાધિકાર આપતી નથી. માર્ચ 2020 સુધીમાં જતીન મહેતાની કંપની વીન્સમ ડાયમન્ડ એન્ડ જવેલરી સહિતના ટોચના 100 વીલકુલ ડીફોલ્ટર્સની લગભગ 62000 કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી છે.

આરટીઆઇ એકટીવીસ્ટ બીશ્વનાથ ગોસ્વામીની અરજીના જવાબમાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપેલી માહિતી અનુસાર મેહુલ ચોકસીની માલિકીની ગીતાંજલી જેમ્સ સૌથી મોટી વીલફૂલ ડીફોલ્ટર કંપની હતી. જેના નામે ૫૦૭૧ કરોડ રૂપિયાની એનપીએ હતી. બેંકે આ કંપનીની લોનમાંથી ૬૨૨ કરોડ રૂપિયા માંડવાળ કર્યા હતા.

બેંકે માંડવાળ કરેલી લોનોમાં વીન્સમ ડાયમંડસના 3098 કરોડ, બાસમતી ચોખ્ખાની આરઇઆઇ એગ્રોના 2789 કરોડ, કેમીકલ બનાવતી કંપની કુડોસ કેમીના 1979 કરોડ, મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ પર 5,492૨ કરોડ રૂપિયા, કન્સ્ટ્રકશન કંપની ઝુમ ડેવલપર્સના 1927 કરોડ, જહાજ બનાવતી કંપની એબીજી શીપયાર્ડના 1875 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર વિજય માલ્યાની કિંગ ફીશર એરલાઇન્સના 1314 કરોડ રૂપિયા માંડવાળા કરાયા છે.

ગયા વર્ષના ઓગષ્ટમાં સેન્ટ્રલ બેંકે ટોપ 100 વીલફૂલ ડીફોલ્ટર્સની યાદી આપવાની ના પાડયા પછી આરટીઆઇ એકટીવીસ્ટે એપેલેટે ઓથોરીટી રીઝર્વ બેન્કમાં તેને પડકારતી અપીલ કરી હતી. જોકે, સૂત્રો કહે છે કે, આ 100 લોકોના 8400 કરોડ રૂપિયા માંડવાળ થયા છે. નાણાકીય વર્ષ 2020 માં બેંકોએ કુલ 2.38 લાખ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી છે જેનાથી માર્ચ ૨૦૨૦ના અંતે તેઓનું કુલ ગ્રોસ એનપીએ 9.1 ટકાથી ઘટીને 8.2 ટકા પર આવી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *