રાજ્યમાં લોકડાઉન પછીથી શાળાઓ પણ બંધ પડેલ છે. જેને લીધે સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષકોને પગાર પણ આપવામાં આવી રહ્યા નથી. જેનાં લીધે આર્થિક સંકડામણને કારણે વધુ એક શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના રાજકોટના જેતપુરમાંથી સામે આવી છે. જેતપુરનાં શિક્ષકે પોતાનાં ખેતરમાં જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેનાં લીધે આખાં પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટના વિશે વાત કરીએ તો, જેતપુરના ટાકુડીપરામાં રહેતા તેમજ જૂનગાઢમાં આવેલ જોષીપરાની ખાનગી શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતા અતુલ મગનભાઈ ઠુંમર છેલ્લા ત્રણેક મહિનાથી શાળાએ નોકરી ઉપર ગયા ન હતા. છેલ્લા કુલ 10 દિવસથી ઘરની અંદર જ ગુમસુમ રહેતા હતા. સ્કૂલો બંધ હોવાથી પગાર પણ મળતો ન હતો. ગત રોજ અતુલ તેના માતાપિતા બોરડી સમઢિયાળાની નજીક આવેલ ખેતરમાં ખેતીકામ કરવા માટે ગયો હતો.
અહીંયા તેણે ઝેરી દવા પીઈ લીધી હતી. ઝેરી દવા પીવાને કારણે જ અતુલની તબિયત લથડી ગઈ હતી. ત્યારબાદ અતુલને તાત્કાલિક સારવારને માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, અહીં અતુલે પોતાનો દમ તોડી દીધો હતો. અતુલના હજુ ૩ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા.
પિતા મગનભાઇએ આક્ષેપની સાથે જણાવ્યું હતું કે, મારો દીકરો કુલ 2 સ્કૂલમાં નોકરી કરતો હતો. બંને સ્કૂલમાંથી એક પણ જગ્યાએથી તેને પગાર મળ્યો ન હતો. જેનાંથી તે ઘણી ચિંતામાં રહેતો હતો. અમને પણ લાગ્યું હતું કે, તેણે આ વાતને મગજ પર જ લઈ લીધી છે.
જેનાંથી અમે તેને કહેતાં પણ હતા, કે તારે ઘરે 1 રૂપિયો પણ આપવાંની જરૂર નથી. એમ છતાં પણ તેણે આ પગલું ભરી લીધું છે. વળી, અતુલની પત્નીએ પણ જણાવ્યું હતું કે, સ્કૂલમાંથી પગાર ન મળતાં તેમજ કોરોનાને કારણે બધું જ બંધ રહેતાં તેઓ ચિંતામાં આવી ગયા હતા, તેમજ તેનાં લીધે તેઓએ આપઘાત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP