ઓવરબ્રિજના ખાડાએ લીધો માંસુમનો ભોગ, રાજકોટમાં 25 વર્ષના યુવાનનું મોત થતા પરિવારમાં છવાયો માતમ

રાજકોટ(ગુજરાત): હાલમાં વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર ગોંડલ નેશનલ હાઈવે(Gondal National highway) ગુંદાળા(Gundala) ચોકડી પર આવેલા ઓવરબ્રિજમાં મોટાં મોટાં ખાડા પડ્યાં છે. અહીં તંત્રની લાપરવાહીને કારણે ચોરડી ગામ (Chordi village)ના આશાસ્પદ યુવાનનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. દીકરાના મોતથી સમગ્ર પરિવાર શોકમગ્ન બન્યો છે. ગોંડલ તાલુકાના ચોરડી(Chordi) ગામે રહેતા કુલદીપસિહ મહાવીરસિંહ ઝાલા(Kuldeepsinh Zala) રવિવારે મોડી રાત્રે બાઇક પર ઉમવાડાથી ચોરડી જઇ રહ્યા હતાં.

આ દરમિયાન, ગુંદાળા ચોકડીના ઓવરબ્રિજ પર પડેલા ખાડાને પગલે બાઇક ફંગોળાઈ ગઈ હતી અને ડિવાઇડર સાથે અથડાતાં યુવકને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. ગંભીર ઈજા પહોચવાને કારણે યુવકનુ મોત નીપજ્યું હતું. મૃતક કુલદીપસિંહ પરિણીત હતાં તથા તેને બે મોટાં ભાઇઓ હતાં. જાણવા મળ્યું છે કે, તેઓ ચોરડીમાં કરિયાણાની દુકાન ચલાવતાં હતાં. પરિવારનાં આધારસ્તંભ સમા પુત્રનું અકાળે અવસાન થતાં પરિવાર હતપ્રત બન્યો હતો.

મળતી માહિતી મુજબ, ચોમાસામાં નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ સહિતના સર્વિસ રોડ પર પણ ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે. અહીં વારંવાર અનેક અકસ્માતો સર્જાય છે. શાપર નજીક સર્વિસ રોડ પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ ગોંડલથી રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ રીબડા ગામ પાસે નાના મોટા ગાબડા પડ્યા છે. જ્યારે ગોંડલથી જેતપુર જતા ચોરડી ગામની ગોળાઈમાં ગાબડાને લઈને અનેક અકસ્માત સર્જાયેલા જોવા મળ્યા છે.

હાઇવે પર લાઈટો માટે થાંભલા ઊભા કર્યા છે. પરંતુ, અનેક વખત લાઈટો બંધ હોવાને કારણે અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ ચોમાસામાં આ રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. અવારનવાર અકસ્માત થતા હોય છે. ત્યારે હાઇવે ઓથોરિટી સત્વરે કામગીરી કરીને આ ખાડાઓમાં પૂરાણ કરે તે ખુબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *