ઘરે બેઠાં ફટાફટ બનાવો રાજકોટની સ્વાદિષ્ટ અને પ્રખ્યાત ચટણી -જાણો બનાવવાની રીત

તમામ ગુજરાતીઓને દરરોજ ભોજનની સાથે જાત-જાતના કચુંબર, અથાણાં તથા ચટણી તો જોઇએ જ. આપણે હમેશા લસણની, કોથમીર ફુદીનાની તથા ખજૂર-આંબલીની ચટણી તો બનાવતા જ હોઈએ છીએ. હાલમાં તમને એક એવી ચટણી સામે લઈને આવ્યા છીએ કે તેનો સ્વાદ તમારી જીભ પર રહી જશે.

રાજકોટની પ્રખ્યાત ખાટી તથા તીખી ચટણી બનાવવાં માટે જઈ રહ્યાં છીએ. આ ચટણીનો ઉપયોગ તમે ગરમા-ગરમગાંઠીયા, ભજીયા, ઢોકળા, સેન્ડવીચ, ભેલ, પુરી ,ભેલપુરી, સમોસા કચોરી, કટલેસ અથવા તો કોઈપણ પ્રકારની ચાટમાં કરી શકો છો. તો ચાલો આજ આ ચટણી કેવી રીતે બને એનાં વિશે જાણીએ.

ચટણી બનાવવાંની રીત:
સૌપ્રથમ સિંગદાણાને થોડા શેકીને તેના ફોતરાં કાઢીને 10 મીનિટ સુધી પાણીમાં પલાળી રાખો. હવે સિંગદાણા પલળતા થાય ત્યાં સુધીમાં કાચી કેરીને પણ ધોઇને તેની છાલ ઉતારીને તેના નાના-નાના ટુકડાઓ કરીને મિક્સરના ચટણીના જારમા સૌપ્રથમ પલાળેલ સિંગદાણામાથી પાણી નિતારીને સિંગદાણા નાખો.

તીખા લીલા મરચાંના ટુકડા નાંખો. ત્યારપછી કાચી કેરીના ટુકડા નાંખો. ત્યારપછી 1 ચમચી હળદર નાંખીને સ્વાડનુસાર મીઠું નાખીને બધું બરાબર મિકસરમાં પીસી લો. હવે તૈયાર છે રાજકોટની ખુબ પ્રખ્યાત ખાટી તથા તીખી ચટણી.

ધ્યાનમાં રાખવાની બાબતો:
આ ચટણીમાં જરાય પણ પાણી અથવા તો કોઈપણ જાતનાં પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે કે, આ ચટણીને તમે 3-4 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. તમે આ ચટણી બનાવીને ફ્રીઝરમાં એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી લો.

ખાસ ધ્યાન રાખવું કે, કેરી એકદમ કાચી તેમજ તેમા ખટાશ પણ બરાબર હોવી ખુબ જરૂરી છે. જેમ કે, લાડવા કેરી. જે કેરી અંદરથી પીળાશ પડતી હોય અથવા તો ખટાશ નુ પ્રમાણ ખુબ ઓછું હોય તેવી કેરીનો બિલકુલ ઉપયોગ કરવો નહીં. આ વાનગી આપને ખુબ પસંદ આવી હશે બરોબર ને!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *