મહિલા દિનના દિવસે ગુજરાતની દીકરીએ નીટની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં 22મો નંબર મેળવ્યો

થોડા સમય પહેલા એટલે કે જાન્યુઆરી 2022માં નીતની પરીક્ષા લેવા આવી હતી. આ પરીક્ષા રાજકોટ(Rajkot)ના સુપર સ્પેશિયાલિટી(Specialty) એવા એન્ડોક્રિનોલોજી(Endocrinology) અભ્યાસક્રમમાં ડી.એમ.(D.M.) કરવા માટે ડો.પંક્તિ કન્હાઈ લાલાણી(Dr. Pankti Kanhai Lalani)(એમ.ડી.)એ નીટની પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ આવતા જાણવા મળ્યું છે કે, ડો.પંક્તિ કન્હાઈ લાલાણીએ નીતની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 22મો નંબર અને ગુજરાતના એમ.ડી. (મેડીસીન) ડોકટરોમાં પ્રથમ નંબરે પાસ થઈને ગૌરવ વધાર્યું છે.

જયારે એન્ડોક્રિનોલોજી માટે દેશભરના 1314 એમ.ડી. તબીબીએ નીટની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ઘણા એવા પણ તબીબી હતા જેમણે 100 કરતા પણ ઓછા ગુણ મેળવ્યા હતા. જયારે આ પરીક્ષા 400 ગુણની હતી. જેમાંથી ડો.પંક્તિ કન્હાઈ લાલાણીને 271 ગુણ પ્રાપ્ત થયા હતા અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.  જયારે જાણવા મળ્યું છે કે, ડો.પંક્તિ કન્હાઈ લાલાણીએ વી.એસ. હોસ્પિટલમાં એમ.ડી. પૂર્ણ કર્યુ છે. તેમજ હાલ ડો.પંક્તિ કન્હાઈ લાલાણી મણિપુરની કસ્તુરબા હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

તેમજ ડો.પંક્તિના પતિ ડો.કન્હાઈ પણ ત્યાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. જયારે તેમણે પણ ગયા વર્ષ ડી.એમ. કાર્ડિયોલોજી પાસ કર્યુ છે. ફક્ત ડો.પંક્તિના અને તેમના પતિ ડો.કન્હાઈ જ નહિ તેમના સસરા પણ ડો. રાજેન્દ્ર લાલાણી અગ્રણી પેથોલોજિસ્ટ અને સિનિયર તબીબ છે. જયારે ડો. પંક્‍તિના માતાનું નામ શ્રીમતિ બેલાબેન અને પિતાનું નામ સત્‍યમભાઈ પરીખ છે. તેમજ ડો. પંક્‍તિએ સમગ્ર ભારતમાં 22મો નંબર અને ગુજરાતના એમ.ડી. ડોકટરોમાં પ્રથમ નંબરે પાસ કરીને બન્ને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *