કચ્છ(ગુજરાત): હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં બજારમાં નવી-નવી પેટર્નની રાખડીઓ વેચાણ માટે જનરે ચડી રહી છે. ક્યાંક વેક્સીનની રાખડી મળી રહી છે, તો ક્યાંક QR કોડ વાળી રાખડી મળી રહી છે. ત્યારે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર આ વર્ષે ગાયના છાણમાંથી તૈયાર થયેલી રાખડીઓ પણ માર્કેટમાં વેચાણ માટે આવી રહી છે. સાથે સાથે આ રાખડીની માંગ લોકો પણ કરી રહ્યા છે. ત્યારે કચ્છમાં એક ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી રાખડીઓ બનાવવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર, રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા કચ્છમાં ગાયના છાણમાંથી ગ્રામોદ્યોગ હેઠળ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી ભૂજ તાલુકાના કુકમા ગામમાં આ ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, વૈજ્ઞાનિક રીતે ગાયનું દૂધ, છાણ અને ગૌમૂત્રમાંથી બનતી વસ્તુઓને સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ વાતને ધ્યાને લઇને અને ગૌ સંવર્ધનના મહત્ત્વને વધારવા માટે વૈદિક રાખડીની રચના કરવામાં આવી છે.
ગાયના છાણમાંથી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગ્રામોદ્યોગ હેઠળ આ વર્ષે 10થી 12 હજાર અલગ-અલગ ડીઝાઈનની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા માત્ર રાખડી જ નહીં પણ ગૌમૂત્રના અર્કમાંથી સાબુ અને આયુર્વેદિક દવાનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. 70 જેટલા સ્થાનિક ભાઈ અને બહેનોને રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા રોજગારી આપવામાં આવી રહી છે.
સંસ્થાના પ્રબંધક જય જેઠવાના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલના નારાને પ્રાધાન્ય આપી સ્થાનિક ઉત્પાદન કરતી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમે ગાયનું મહત્ત્વ સમજાવવા માટે છાણમાંથી રાખડી બનાવવાની શરૂ કરી હતી. આ રાખડીની માગમાં ચોથા વર્ષે ખૂબ જ વધારો થયો છે. અમારી સંસ્થા હેઠળ 400 જેટલી ગાયનું પાલન કરવામાં આવી રહ્યું છે. બીજી મહત્ત્વની વાત છે કે, દર મહિનાની 12, 13 અને 14 તારીખે ગાય આધારિત સજીવ ખેતી સશોધન હેઠળ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છે અને આ શિબિરમાં જે ખેડૂતો આવે છે તેમના રહેવાની અને જમવાની વ્યવસ્થા વિના મુલ્યે કરી આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.