કળિયુગમાં માત્ર હનુમાનજીના નામ માત્રથી જ વ્યક્તિના કષ્ટ દૂર થઈ જાય છે. કહેવાય છે કે- ‘કળિયુગ કેવલ નામ અધારા, સુમિર-સુમિર નર ઉતરહિં પાર. ભગવાન રામે ભક્તોની રક્ષા અને તેમના કલ્યાણ માટે હનુમાનજીને પૃથ્વી લોકમાં વાસ કરવા માટે કહ્યું હતું. ત્યારથી હનુમાનજી કળિયુગમાં સહાય થયે છે.
હનુમાનજી ને સંકટમોચન ના નામ થી પણ જાણે છે. તેનું કારણ છે જે તે જીવનમાં થઈ રહેલી દરેક તકલીફો ને દૂર કરી નાખે છે. હનુમાનજી ની પૂજા મંગળવારે અને શનિવારે કરવામાં આવે છે.
હનુમાન ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ ની દરેક સમસ્યાઓને દૂર કરી લે છે. જો તમને કર્જ ની સમસ્યા છે તો હનુમાન જી ની પૂજાથી આ સમસ્યા થી તમને છુટકારો મળી શકે તેમ છે.
હનુમાન ચાલીસા દ્વારા
મિત્રો ઘણા લોકો શનિવાર ના દિવસે ૭ વખત હનુમાન ચાલીચા બોલતા હોય છે જે ખૂબ શુભ માનવમાં આવે છે. આજ રીતે જો મંગળવાર નો દિવસ પણ હનુમાન જી ની પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે.
જો તમે કોઈની પાસે થી કર્જ લીધું છે તો મંગળવાર નો દિવસ કર્જ ઉતારવા માટે સૌથી બેસ્ટ રહેશે. તેના માટે મંગળવાર ના દિવસે હનુમાન ચાલીસા ના પાઠ કરો. તેના પછી હનુમાન મંદિર માં નારિયેળ રાખો.
તેનાથી તમને કર્જ ચુકવવામાં ફાયદો મળશે અને પછી કોઈની પણ પાસેથી કર્જ લેવું નહીં પડે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે બુધવાર અને રવિવાર ના દિવસે કોઈની પાસેથી ઉધારી ના લો.
દાન દ્વારા
એવા ઘણા લોકો છે જે કર્જ નીચે ફસાઈ ગયા છે. પણ તેને ચૂકવી નથી શકતા તો આવા લોકો એ મંગળવાર ના દિવસે દાન કરો.
મંગળવાર ના દિવસે તાંબું, સોનુ, કેસર, કસ્તુરી, ઘઉં, લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદૂર, મધ, લાલ ફૂલ, મૈસુર ની દાળ, લાલ કરેણ, લાલ મરચું, લાલ પથ્થર, જેમાનું કંઈપણ તમે કોઈપણ મંદિર માં કે ગરીબ ને દાન કરી શકો છો. તેનાથી તમારી ઘણી એવી સમસ્યાઓ દૂર થઇ જાશે અને સાથે જ તમને કર્જ થી પણ છુટકારો મળી જાશે.
દીવાઓ પ્રગટાવિને
મિત્રો જો તમે પણ કર્જ ના બોજા નીચે ફસાઈ ગયા છો તો તમારે સતત ૧૧ મંગળવાર સુધી લોટ ને મસળીને તેના દીવડાઓ બનાવો અને તેને વડલા ના પાન પર મૂકીને પ્રગટાવો.
આવી રીતે પાંચ પાન પર પાંચ દીવડાઓ રાખો અને તેને હનુમાન જી ના મંદિર માં સ્થાપિત કરો. આવું લગાતાર ૧૧ મંગળવાર સુધી કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઇ જાશે અને કર્જ થી પણ છુટકારો મળી જાશે. એ વાત નું ધ્યાન રાખો કે હનુમાન જી ની પૂજા કરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય.
નિરોગી કાયાના આશિર્વાદ
મોટા-મોટા કષ્ટ અને વિપત્તિ હનુમાનજીનું નામ લેવા માત્રથી દૂર થઈ જાય છે. તેમની ઉપસનાથી નિરોગી કાયાના આશિર્વાદ મળે છે. તેની સાથે જ સંકટમોચન હનુમાન શક્તિ, શાંતિ, બુદ્ધિ અને ભક્તિના પણ દેવતા છે.
પવિત્રતાથી કરો પૂજન
હનુમાનજી પ્રસન્ન થાય તો શનિ દેવ પણ આપમેળે પ્રસન્ન થઈ જાય છે. માટે શનિને મનાવવા માટે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની પૂજા પવિત્રતા સાથે કરવી જોઈએ.
સમૃદ્ધિ માટે દાદાની આરાધના
ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રતિદિન રાત્રે સૂતી વખતે હનુમાનજીની સામે સરસિયાના તેલ સાથે કોડિયામાં દીવો કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો.
અડચણો દૂર થશે, ધનનું આગમન થશે
ધન આગમન માર્ગને અડચણ કરવા માટે રામાયણ કે શ્રીરામચરિત માનસના પાઠ કરો અથવા રોજ તેમના દોહા વાંચો. સાથે જ દરરજો હનુમાનજીને ધૂપ-અગરબત્તી અને ફૂલ અર્પિત કરો.
ધન પ્રાપ્તિ માટે કરો આરાધના
એક નારિયેળ પર સિંદૂર, આંકડાના ફૂલની માળા, ચોખા અર્પિત કરીને પૂજા કરો. પૂજા કર્યા પછી તમામ વસ્તુઓને નજીકમાં આવેલા હનુમાન મંદિરે ચઢાવી આવો. આમ કરવાથી તમને જલદી ધન લાભ થશે.
પરીક્ષામાં સફળ થવા માટે આટલું કરો
સિંદૂર અને ચમેલીના તેલના દીવો કરીને હનુમાનજીને લાલ લંગોટ અર્પિત કરો.આ ઉપાય વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રદાન કરે છે.