આકાશમાં પણ રામરાજ! કાઇટ ફેસ્ટિવલમાં રામ મંદિરની ઝલકવાળો પતંગ બન્યો આકર્ષણનું કેન્દ્ર

International Kite Festival 2024: ગતરોજ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024( International Kite Festival 2024 ) નો મુખ્યમંત્રીનાં હસ્તે પ્રારંભ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી…

International Kite Festival 2024: ગતરોજ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024( International Kite Festival 2024 ) નો મુખ્યમંત્રીનાં હસ્તે પ્રારંભ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. આ પતંગ મહોત્સવ તા. 7 જાન્યુઆરીથી તા. 14 જાન્યુઆરી ઉત્તરાયણનાં દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. આ મહોત્સવમાં 55 દેશનં 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો. તેમજ 12 રાજ્યનાં 68 રાષ્ટ્રીય પતંગબાજો તો ગુજરાતનાં 23 શહેરનાં 856 પતંગબાજોએ ભાગ લીધો છે. ત્યારે ભગવાન શ્રી રામની થીમ ઉપર બનાવવામાં આવેલા પતંગે આખા પતંગોત્સવનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.તેમજ આ પતંગને જોઈને તમામ લોકો ભાવ વિભોર બની ગયા હતાં. ભગવાન શ્રીરામની 16 ફૂટની છબીવાળો પતંગ ચગાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો.

શ્રીરામના ચિત્રવાળા પતંગે આકર્ષણ જમાવ્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી પતંગ મહોત્સવને ખુલ્લો મુકયો હતો.આ પતંગોત્સવમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત દેશના 900થી વધુ પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. અમદાવાદમાં તા. 7થી14 જાન્યુઆરી દરમિયાન પતંગ મહોત્સવ યોજાશે. કાઈટ ફેસ્ટિવલમાં ‘અયોધ્યા’ થીમ જોવા મળી, શ્રીરામના ચિત્રવાળા પતંગે આકર્ષણ જમાવ્યું હતું.

રામ મંદિરના ત્રણ પતંગ ચગાવવામાં આવ્યા
મુખ્યમંત્રીએ I LOVE GUJARAT સહિતના ત્રણ જેટલા પતંગો ચગાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અયોધ્યાના રામ મંદિરનો પતંગ પણ ચગાવવામાં આવ્યો છે. રામ મંદિરના ત્રણ જેટલા પતંગ ચગાવવામાં આવ્યા છે.ભગવાન શ્રી રામનો પતંગ ચગાવતાની સાથે જ સમગ્ર વાતાવરણ જય જય શ્રી રામનાં નારાથી ગુંજી ઉઠ્યું હતું.

સુરતના રહેવાસીએ રામની પ્રતિકૃતિવાળો પતંગ બનાવ્યો
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇ પતંગ મહોત્સવમાં ભગવાન રામની પ્રતિકૃતિવાળા પતંગ પણ ચગાવવામાં આવ્યા હતા. મૂળ સુરતના રહેવાસી નિતેશ લકુમ નામના વ્યક્તિએ તેમના 15 મિત્રો સાથે મળી અને ભગવાન રામની પ્રતિકૃતિવાળો પતંગ બનાવ્યો હતો.