રામાનંદ સાગરના સીરીયલ રામાયણની શુટીંગ સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓને આપણે અત્યાર સુધી જાણી ચૂક્યા છીએ. અશોક વાટિકાથી લઈને હનુમાન ની પૂંછડી સુધી. તમામની હકીકત તે સીરીયલના લક્ષ્મણને એટલે કે સુનિલ લહેરીએ આપણને જણાવ્યું છે. હવે સુનીલે રામાયણના વધુ એક દિલચસ્પ ભાગના બિહાઇન્ડ ધ સીનનો ખુલાસો કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ રામસેતુ નિર્માણની.
રામસેતુ વાસ્તવિક જીવનમાં રહસ્યથી ભરાયેલો છે અને લોકોની ઉત્સુકતા નું કારણ છે. પરંતુ પડદા ઉપર તેનું નિર્માણ કરતાં પથ્થરો અને વાનર સેનાનો લંકા તરફ જવાની સંપૂર્ણ સ્ટોરી બતાવવામાં આવી છે. હવે આ કેવી રીતે થયું આ વિષય પર સુનિલ લહેરી સાથે ચર્ચા થઈ છે.
સુનિલએ પોતાના લેટેસ્ટ વીડિયોમાં રામસેતુ મેકિંગ પર વાત કરી. તેમણે કહ્યું કે અમે મુશ્કેલીમાં હતા કે શૂટિંગ કઈ રીતે કરીશું . સેટ પર એવું કંઈ નજર પણ નથી આવી રહ્યું. પરંતુ પછી અમે જોયું કે રામસેતુ માટે મિનિએચર બનાવવામાં આવ્યું હતું, જે લગભગ દોઢ ફૂટ લાંબુ અને છ ઈંચ પહોળું હતું.
Ramayan 38 shooting ke pahle Ki Kuch Ankahi chatpati baten pic.twitter.com/jKGbIMEICC
— Sunil lahri (@LahriSunil) June 12, 2020
તેમાં આ પથ્થરને એક લાકડાની પ્લેટ સાથે ચોંટાડવામાં આવ્યા હતા. તે જોવામાં એકદમ સાચા લાગતા હતા પરંતુ મોટી મુશ્કેલી એ હતી કે તેને મોટું કઈ રીતે બતાવવું. તેના માટે અલગથી કેમેરો લગાડવામાં આવ્યો હતો જેમાંથી આ પુલ એટલે કે રામસેતુ ખૂબ લાંબો બતાવવામાં આવ્યો હતો.
બીજા કેમેરામાં સમુદ્ર દેખાડવામાં આવ્યો હતો, જે એક પ્લેટ પર બનાવવામાં આવ્યો હતો. ત્રીજા કેમેરામાં અમે લોકો ક્રોમામાં હતા તથા કેમેરામાં પથ્થરને કેપ્ચર કરવામાં આવ્યા હતા.
રામસેતુ નિર્માણમાં જે સૌથી મહત્વની વસ્તુ હતી તે હતા પુલના તરતા પથ્થર. પરંતુ રામાનંદ સાગરે તેના માટે પણ શાનદાર ઉપાય શોધી કાઢયો હતો. વીડિયોમાં આગળ જણાવતા સુનીલ કહે છે કે એક્રેલિક ના સ્ટોન બનાવવામાં આવ્યા હતા. અડધા અડધા પથ્થરોને એક સાથે ભેગા કરીને એક પથ્થર બનાવવામાં આવતો હતો. કેટલાક સાચા પથ્થરો પણ હતા. જે સાચા સ્ટોન હતા તે પાણીમાં ડુબી જતાં હતા અને જે એક્રેલિકના સ્ટોન હતા તેના પર રામ નામ લખવામાં આવતું હતું અને તે તરતા રહેતા હતા.
આ ચારેય કેમેરાનું રેકોર્ડિંગ જ્યારે મિક્સિંગ થયું અને જ્યારે રિઝલ્ટ જોયું તો તે ખૂબ શાનદાર હતું. તો આ હતું રામાયણના સેટ પર મીનીએચર દ્વારા રામસેતુ બનાવવાથી લઈને તેના તથા પથ્થરો નું રહસ્ય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news