ભાજપ સાંસદને યાદ નથી કે અત્યારે લોકડાઉન છે, ગામડાઓમાં ભીડ ભેગી કરીને કરી રહ્યા છે જલસા- જુઓ ફોટો

લોકડાઉન ના 40 દિવસ થયા છતાં હજુ પણ નેતાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યા. પ્રધાન મંત્રી મોદીની લોકડાઉનની જાહેરાત બાદ સૌથી વધુ લોકડાઉનના નિયમો નું ઉલ્લંઘન કરી રહ્યા હોય તો એ નેતાઓ છે. પોલીસ પણ આ નેતાઓ પર લાલ આંખ કરવાને બદલે તેમને સરકારી નોકર ની જેમ સાચવી રહી છે.

આવી જ એક વધુ ઘટના રાણાવાવ તાલુકાના ઝારેરા નેશ વિસ્તારમાં સામે આવી છે. જ્યાં ભાજપના સીનીયર સીટીઝન સાંસદ રમેશ ધડુક ને યાદ નથી કે હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને પીએમ મોદીએ અને તંત્રએ સોશિયલ ડીસ્ટન્સ રાખવાનું કહ્યું છે.

સામાન્ય જનતા જો પોતાની અગાસી પર, મેદાનમાં ૪-૫ લોકો સાથે હશે તો તરત કાર્યવાહી કરતી ગુજરાત પોલીસને નેતાઓ વિરુદ્ધ આવી કેટલીય ફરિયાદ મળી છે જેને ધ્યાનમાં નથી લેવામાં આવી રહી અને નેતાઓ- મંત્રીઓને ક્લીન ચિટ આપી દેવાય છે.

નેતાઓના ઇશારે માત્ર જનતા જ નહી પોલીસ ખાતામાં રહેલા અમુ અધિકારીઓ દ્વારા થતી કડકાઈને પણ ચુપ કરાવી દેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *