શખ્સ ક્લાસમાં ઘુસી આવ્યો અને ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે કર્યો હુમલો- જુઓ CCTV વિડીયો

ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના વાવ(Vav)માં ઢીમાની સંસ્કાર વિદ્યાલય(Sanskar Vidyalaya)માં એક શખ્સ દ્વારા ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થી ઉપર લોખંડના સળિયાથી હુમલો(Attack) કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં…

ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના વાવ(Vav)માં ઢીમાની સંસ્કાર વિદ્યાલય(Sanskar Vidyalaya)માં એક શખ્સ દ્વારા ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થી ઉપર લોખંડના સળિયાથી હુમલો(Attack) કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. બે વિધાર્થીઓ વચ્ચે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુ:ખ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના પછી વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પુત્રનું ઉપરાણું લઈ આવેલા શખ્સે શરુ ક્લાસમાં અને શરુ પરીક્ષામાં મચાવી ધમાલ:
મળતી માહિતી અનુસાર, ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે અંદાજે પંદર દિવસ અગાઉ સામાન્ય બોલાચાલી થઇ હતી. જેની જૂની અદાવત રાખી રાજપૂત કરશને તેના પુત્રનું ઉપરાણું લઈ સ્કૂલે આવી પહોચ્યો હતો. ત્યારબાદ યોગેશભાઈ અમિરામભાઈને ચાલુ ક્લાસમાં ઘૂસી જઈ લોખંડના સળિયા હુમલો કરતા ઈજા પહોચતી હતી.

આરોપી વિરુદ્ધ અનેક ગુનાઓ:
શાળામાં ફરજ પરના હાજર શિક્ષક આર.એલ. માળીએ યોગેશને વધુ માર ન પડે તે માટે તેને છોડાવ્યો હતો. સમગ્ર બનાવ પછી યોગેશ પેપર છોડી ઘરે ચાલ્યો ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી કરસન સુજાભાઈ રાજપૂત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ઢીમાના બહુચર્ચિત એસ.કે મર્ડર કેસનો મુખ્ય આરોપી પણ છે. તેમજ વાવ પોલીસ સ્ટેશન દ્વારા તેના વિરૂદ્ધ અન્ય ગુનાઓ પણ નોંધવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *