રાજ્યમાં આવેલ સુરત શહેરમાં ગુનાઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. કેટલાંક ગુનાઓમાં સંડોવાયેલ રામપુરાનો કુખ્યાત અશરફ નાગોરી તેમજ તેની ગેંગની વિરુદ્ધ પોલીસ દ્વારા ‘ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ’ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તેના કુલ 2 સાગરિતોને પકડી પાડવામાં આવ્યા છે. અશરફ નાગોરી ફરાર થઈ ગયેલ છે. અશરફ તથા તેના સાગરિતો સામે કુલ 25થી પણ વધારે ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. છેલ્લે તેની સામે ફાયરિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઓર્ગનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ મારફતે અવારનવાર ગુના કરીને લોકોમાં ડરનો માહોલ પેદા કરનાર તત્વોની વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરીને જેલમાં ધકેલવામાં આવ્યા છે.
સોમવારે લાલગેટ પોલીસ દ્વારા અશરફ નાગોરી ગેંગના સાગરિતોની અપરાધિક પ્રવૃતિનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા આરોપી અશરફ નાગોરી,સમદ મલબારી, પખાલીવાડનો વસીમ કુરેશી, યુસુફ કુરેશીની વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.
ભૂતપૂર્વ ગૃહમંત્રીની હત્યામાં નામ ઉછળ્યું હતું :
અશરફ નાગોરીની વિરુદ્ધ હથિયાર,હત્યાનો પ્રયાસ,ખંડણી, જમીન પચાવી પાડવા સહિતના કેટલાંક ગુના નોંધવામાં આવ્યા છે. વર્ષ 2002માં ભાજપના નેતા તથા એડવોકેટ હસમુખ લાલવાળા પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરવાનાં પ્રયાસમાં પકડી પાડવામાં આવ્યો હતો.
ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં પણ તેનું નામ સામેલ હતું, કોર્ટ દ્વારા તેને મુક્ત કરવામાં આવ્યો હતો. અશરફ સાગરિતોની સાથે વર્ષ 2012માં રાંદેરમાંથી કુલ 11 હથિયારોની સાથે પકડાયો હતો. તેણે કોમી તોફાન ફેલાવવા હથિયારો મંગાવ્યા હતા.
સલાબતપુરામાં વેપારીની સાથે મારામારી તથા હાલમાં જ તેના વિરુદ્ધ લાલગેટ વિસ્તારમાં ફાયરિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે પણ તેની ધરપકડ થઈ શકી નથી. સમદ મલબારીના વિરુદ્ધ પણ ગેરકાયદેસર રીતે હથિયારનો ગુનો અને અન્ય ગુનાઓ નોંધવામાં આવ્યા છે. તેના સાગરિતોની વિરુદ્ધ મારામારી અને ધાક-ધમકીના ગુના નોંધવામાં આવ્યા છે.
લાલુ જાલીમ હજુ પોલીસ પકડથી દુર :
અશરફ નાગોરી અગાઉ આસીફ ટામેટા ગેંગ તથા લાલુ જાલીમ ગેંગની વિરુદ્ધ પોલીસ દ્વારા ગુજસીટોક એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લાલુ જાલીમને હજુ સુધી પોલીસ પકડી શકી નથી. હાલમાં પણ અશરફની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં તો આવ્યો છે પણ પોલીસ પકડથી ખુબ દૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle