પોલીસે રાંચીમાં એક મોટા દેહવ્યાપાર રેકેટનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે આ ધંધામાં મુખ્ય વ્યક્તિ માઇકલ જોસેફની પણ રંગેહાથ ધરપકડ કરી છે. આ ઉપરાંત દેહવ્યાપારના ધંધામાં સામેલ એક મહિલા અને પુરુષની પણ ધરપકડ કરી છે. હાલમાં પોલીસ ત્રણે આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે અને આ ગુનામાં સામેલ અન્ય લોકો વિશે જાણકારી ભેગી કરવાની કોશિશ કરી રહી છે. હજુ પણ આ રેકેટ ના ઘણા લોકો પોલીસની પહોંચથી બહાર છે.
પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી કે લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના થડાપખાના સ્થિત એક ઘરમાં દેહવ્યાપાર નો ધંધો ચાલી રહ્યો છે. આ ધંધાનો મુખ્ય આરોપી માઇકલ જોસેફ પોતાના ગ્રાહકોને વોટસઅપ દ્વારા છોકરીઓના ફોટો મોકલતો હતો અને છોકરી પસંદ આવ્યા ઉપર તે લોકોના ઘરે કે ફ્લેટમાં છોકરીઓ મોકલતો હતો. છેલ્લા ઘણા વર્ષોથી માયકલ આ ધંધો કરી રહ્યો છે.
વોટસઅપ દ્વારા ચાલી રહ્યો હતો દેહવ્યાપારનો ધંધો
જણાવવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી માઇકલ જોસેફ પહેલા પણ દેહવ્યાપાર નું સંચાલન કરવાના આરોપમાં જેલમાં જઈ ચૂકેલો છે. જેલથી છૂટયા બાદ ફરીથી આ બિનકાયદેસર ધંધામાં સામેલ થઈ ગયો. પોલીસને આ વાતની પણ જાણકારી મળી છે કે લોકડાઉનના સમયે કડક પહેરો હોવા છતાં પણ માયકલ પોતાના ધંધાને વગર કોઈ પણ ના દર વગર ચલાવી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news