Rape Case in mumbai: મુંબઈમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પિતા પર પોતાની જ દીકરી પર દુસ્કર્મનો આરોપ લાગ્યો છે. ત્યારપછી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર, મુંબઈના પૂર્વી ઉપનગર ગોવંડીમાં પોતાની 13 વર્ષની પુત્રી પર બે વર્ષથી વારંવાર દુસ્કર્મ કરવા(Rape Case in mumbai) અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બાળકીની માતાની ફરિયાદના આધારે, આરોપી પિતાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.
IPC અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
મુંબઈની શિવાજી નગર પોલીસે જણાવ્યું કે આરોપી 38 વર્ષીય પિતા પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376, 367 (2) (n), 506 (2) અને પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
યુવતી કર્યો ખુલાસો,
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાને તેના પતિના વર્તન પર શંકા ગઈ અને તેણે તેની પુત્રીને તેના વિશે પૂછ્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે છોકરીએ ખુલાસો કર્યો કે તેના પિતાએ બે વર્ષ સુધી તેની સાથે ઘણીવાર દુસ્કર્મ કર્યું.
બનાવ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતાની માતાએ તેની પુત્રીને રડતી જોઈ અને તેના વિશે પૂછ્યું. આટલા દિવસો સુધી તે કેમ ચૂપ રહી કારણ કે આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તેણીએ આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું. પીડિતાએ તેની માતાને જણાવ્યું કે આરોપી પિતાએ તેની સાથે ઘણી વખત દુસ્કર્મ કર્યું છે અને તેને અલગ-અલગ જગ્યાએ પણ લઈ ગયો. આ પછી પીડિતાની માતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી અને કેસ નોંધ્યો. કેસ નોંધ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube