બાંસવાડા: એક યુવકે સરકારી શાળાની 45 વર્ષીય શિક્ષિકા પર બળાત્કાર કર્યો અને અશ્લીલ વીડિયો બનાવીને 5 વર્ષમાં 15 લાખ રૂપિયા પડાવી લીધા. જાણવા મળ્યું છે કે, આ શિક્ષક વિધવા છે. બાંસવાડાના ઘાટોલના રહેવાસી મુસ્તફા શેખએ મહિલા પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે તેની પાસે પૈસા ઉપલબ્ધ ન હતા ત્યારે તેણે પોતાના પોશ વિસ્તારમાં આવેલા મકાનને મોર્ટગેજ કરવા દબાણ કર્યું હતું.
જેથી પીડિતાએ પોલીસનો આશરો લીધો હતો. આ મામલો નવેમ્બર 2015માં શરૂ થયો હતો જ્યારે મુસ્તફાએ મહિલાને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ ઘણા દિવસોની વાતચીત બાદ તેણે મહિલા પાસેથી તેનો મોબાઈલ નંબર લીધો. 10 ફેબ્રુઆરીએ આત્મહત્યાની વાત કહીને મહિલાને મળવા માટે દબાણ કર્યું. મહિલા જ્યારે તેને મનાવવા માટે મંદારેશ્વર રોડ પર ગઈ ત્યારે તે તેને ત્યાં નહેરના કિનારે આવેલા એક ઘરમાં લઈ ગયો.
તે પોતાની પત્ની અને માતા-પિતાથી નાખુશ હોવાના બહાને રડવા લાગ્યો હતો. પછી તે અંદર ગયો અને પાણી લાવ્યો. મહિલાનું કહેવું છે કે, પાણીમાં કોઈ નશીલો પદાર્થ હતો. જે પીધા બાદ તે બેહોશ થઈ ગઈ હતી. બાદમાં બદમાશોએ મહિલાને વીડિયો ક્લિપ બતાવી અને ધમકી આપી કે જો તે આ વાત કોઈને કહેશે તો તે વીડિયો વાયરલ કરશે.
પીડિત શિક્ષકે જણાવ્યું કે, તે તેને આત્મહત્યા ન કરવા સમજાવવા ગઈ હતી. તેણે આરોપીને એમ પણ કહ્યું કે તે તેના કરતા ઉંમરમાં થોડી મોટી છે તેણે થોડું વિચાર્યું તો હોત, પણ તે સંમત ન થયો. ત્યારબાદ મહિલાને ફરીથી શહેરની અજંતા હોટલમાં બોલાવી હતી. પરંતુ તે ન ગઈ તો તે માહિતી એકઠી કરવા તેની શાળામાં પહોંચી ગયો અને તેણે ફરી ધમકી આપી. ડરથી મહિલા અજંતા હોટલમાં તેને મળવા ગઈ હતી, જ્યાં અલગ અલગ મોકા જોઇને છ વખત તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આરોપીએ મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી અને 15 હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી. ત્યારબાદ 3 માર્ચ, 2016ના રોજ પીડિતાએ બરોડા રાજસ્થાન ક્ષેત્રિય ગ્રામીણ બેંકના ખાતામાંથી એક લાખ 50 હજાર રૂપિયા સકીના બાનોના ખાતામાં ટ્રાન્સફર કર્યા. પીડિતાએ મે 2016માં શાળાએ પહોંચેલા બ્લેકમેઇલરને 5 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે માંગ વધી ત્યારે પીડિતાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું.
ત્યારબાદ તે શાળાએ પહોંચ્યો અને ત્યાંથી તે શિક્ષકને ગણોડાની સામે ચિડિયારાજ હોટલમાં લઈ ગયો. થોડા સમય પછી આ બદમાશ પીડિતાના ઘરે પહોંચી ગયો. અંદર જઈને મહિલાના પર્સમાંથી 8 હજાર રોકડા કાઢ્યા અને એટીએમમાં લઈ ગયા. ત્યારબાદ ધીમે ધીમે કરીને એક લાખ 60 હજાર બહાર કઢાવ્યા. પીડિતાએ મજબુરીમાં ખાતું બંધ કરાવી દીધું.
23 ઓગસ્ટ 2020ના રોજ, બદમાશે એરટેલ કંપનીની એજન્સી લેવા 5 લાખ માંગ્યા. 24 ઓગસ્ટના રોજ મહિલાએ એસબીઆઈ બેંકની એફડી તોડી નાખી અને બે ટુકડામાં તેના ખાતામાં ચેક દ્વારા 2,25,000-2,25,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ પછી પણ મોબાઈલ એપ દ્વારા હજારો રૂપિયા વારંવાર ટ્રાન્સફર કર્યા હતા.
4 ઓગસ્ટે સાંજે 5:30 વાગ્યે પોતાના મોબાઈલનું વર્તમાન લોકેશન જાણીને તે ઉદયપુરના પેટ્રોલ પંપ પર પહોંચ્યો. કારમાંથી ઉતર્યા બાદ મહિલાની ટુ-વ્હીલરને લાત મારી દીધી. આ દરમિયાન મોબાઈલ તૂટી ગયો. ત્યારબાદ ભારત વિસ્તારના એકાંત વિસ્તારમાં લઈ ગયો અને ધમકી આપી હતી કે, વીડિયો વાયરલ થઈ જશે. આ જોઈને પીડિતાનો એકમાત્ર પુત્ર આત્મહત્યા કરી લેશે. બદમાશોએ તેની પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે પીડિતાએ ના પાડી ત્યારે તેણે ઘર મોર્ગેજ કરવાનું કહ્યું.
ત્યારબાદ 7 ઓગસ્ટના રોજ ફોન કર્યો હતો. ત્યાં પણ એક ટુ-વ્હીલર પાર્ક કરાવીને કાર દ્વારા ચીડિયારાજ હોટેલમાં લઈ ગયો. નવો મોબાઈલ આપ્યો અને તરત જ 10 હજાર રૂપિયા લીધા. પાંચ દિવસ બાદ ફરી 10 લાખ રૂપિયાની માંગણી કરી. ત્યારબાદ પીડિતાએ પોલીસનો આશરો લીધો હતો. આ અંગે સિટી કોટવાલ રતનસિંહ ચૌહાણે જણાવ્યું કે, બે દિવસ પહેલા આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન સત્ય બહાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.