ગુજરાતના આ શહેરમાં જોવા મળી ભયંકર બીમારી, મહિના પહેલા હતો 1 કેસ આજે વધીને થઈ ગયા આટલા…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી પોતાનો કહેર વર્તાવી રહી છે. ત્યારે બીજી બાજુ સુરતમાં એક નવી ભયંકર બીમારીએ દસ્તક દીધા છે. સુરતમાં બાળકોમાં થતી એમ.આઈ.એસ.સી. બીમારીનો એક મહિના 1 કેસ સામે આવ્યો હતો અને હવે આ બીમારીના સુરતમાં 30 થી વધુ કેસો સામે આવી ચુક્યા છે ત્યારે સુરતમાં છેલ્લા 30 વર્ષથી કાર્યરત સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશન આગળ આવ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અને અન્ય તબીબોને જાગ્રત કરી રહ્યા છે.

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર છે તેમાં પણ ખાસ કરીને સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. લોકોને તકેદારી રાખવા તંત્ર અપીલ કરી રહ્યું છે, સાથે જ કોરોનાના લક્ષણો શું હોય છે તે અંગે હવે સૌ કોઈ માહિતગાર છે. પરંતુ આ બધા વચ્ચે સુરતમાં એક નવી બીમારી સામે આવી છે.

આ બીમારીનું નામ એમ.આઈ.એસ.સી. છે અને તે ખાસ કરીને જન્મથી લઈને 20 વર્ષ સુધીના લોકોને થઇ શકે છે. આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનમાં જોવા મળી રહ્યા છે. પરંતુ 1 મહિના અગાઉ આ બીમારીનો પ્રથમ કેસ સુરતમાં સામે આવ્યો હતો.

જોકે, બાળકની સારવાર બાદ તે સ્વસ્થ થઇ ગયું હતું. ત્યારે આ બીમારીને લઈને લોકોને જાગૃત કરવા સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશન આગળ આવ્યું છે. આ એસોસિએશન છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે અને હાલ આ બીમારીને લઈને લોકોને સોશિયલ મીડિયા તેમજ વેબિનાર થકી જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ બીમારીનું પૂરું નામ મલ્ટી સીસ્ટમ ઇન્ફ્રાલામેટરી સીન્ડોમ ઇન ચિલ્ડ્રન છે. આ બીમારીના લક્ષણો શું હોય છે? આ બીમારી બાળકને થાય ત્યારે કેવી રીતે ખબર પડે છે. આ તમામ માહિતી આ એસોસિએશનના તમામ સભ્યો સોશિયલ મીડિયા થકી આપી લોકોને જાગૃત કરી રહ્યા છે.

આજદિન સુધી આ બીમારીના સુરતમાં ૩૦થી વધુ કેસો સામે આવી ચુક્યા છે. ત્યારે આ બીમારી શું છે અને આ બીમારી કેવી રીતે થાય છે? તેના લક્ષણ શું છે? તે અંગે ડોકટરોનું એસોસિએશન હવે દક્ષિણ ગુજરાતમાં લોકોને જાગૃત કરવાનું ખાસ કામ કરશે. જે બાળકોને કોરોના નજીકના સમયમાં થઈ ગયો હોય તેની લિંક આ રોગ સાથે જોવા મળી છે.

ન્યૂયોર્કમાં 191 કેસ લંડનમાં 51 કેસ દેખાયા તે બધા બાળકોને ડાયરેક્ટ ઈનડાયરેક્ટ કોરોના થયો છે. આ રોગ કાવાસાકી રોગને પણ મળતો આવે છે.આ બીમારી મોટા ભાગે બાળકોમાં જ થાય છે. 3 થી 20 વર્ષની વય સુધીના લોકોમાં આ પ્રકારની બીમારી જોવા મળે છે.

આ બીમારીમાં હ્રદયના ધબકારા વધવા, ઝાડા ઉલટી, પેટમાં દુઃખવું, શરીર પર લાલ ચાંઠા પડવા, આંખો લાલ થવી, હાથ પગની ચામડીઓ ઉખડવી આ પ્રકારના લક્ષણો દેખાય તો આ MIS-C બીમારી હોવાની શક્યતા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *