સરકારી નોકરી કરતી મહિલાને એકલતાનો લાભ લઇ ધોળા દીવસે હાથ-પગ બાંધી કરી હત્યા -જાણો કયાની છે ઘટના

જયપુરમાં આરએએસ અધિકારીની બહેનને બંધક બનવવામાં આવી હતી અને ધોળા દિવસે તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ વિદ્યા દેવી હતું. તે સરકારી શાળામાં શિક્ષિકા હતી. ઘટના દરમ્યાન મહિલા શિપ્રાપથ વિસ્તારમાં સેક્ટર-23માં એક મકાનમાં એકલી હતી. તેનો મૃતદેહ ઘરની રેલિંગમાં બંધાયેલ મળી આવ્યો છે. બનાવની બાતમી મળતાં ડીસીપી હરેન્દ્ર મહાવર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર ડોગ સ્કવોડની ટીમ અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ પોલીસને આ ઘટના લૂંટના ઇરાદે હોવાની શંકા છે. જોકે, અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ ઘટના લૂંટ થઇ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. મૃતકનો પુત્ર અભિનવ ચતુર્વેદી ભોપાલની એક આઈટી કંપનીમાં નોકરી કરે છે. તે જ સમયે, મૃતકનો નાનો ભાઈ યુગંતર શર્મા આરએએસ અધિકારી છે. હાલમાં, તે જયપુર શહેરમાં એડીએમ તરીકે પોસ્ટ છે.

પડોશીઓના જણાવ્યા મુજબ આજે સવારે સાત વાગ્યાની આસપાસ વિદ્યાદેવી ઘરની બહાર દૂધ લઈ જતા જોવા મળી હતી. પછી તે ઘરની બહાર દેખાઈ ન હતી. માનવામાં આવે છે કે, આ ઘટના સવારે 7 થી 10 ની વચ્ચે બની છે. પોલીસ નજીકના સીસીટીવી પણ શોધી રહી છે. જોકે, હત્યારાઓ વિશે હજી સુધી કોઈ સબુત મળી આવ્યા નથી. હત્યારાઓ ઘરમાં કેવી રીતે પ્રવેશ્યા અથવા કેવી ઘટના બની આ વિશે હજી સુધી કંઈ જાણવા મળ્યું નથી.

મહિલા વિદ્યા દેવી જયપુરના ગુર્જરમાં આવેલી એક સરકારી શાળામાં શિક્ષિકા હતી. તે દરરોજ સવારે તેના સોશ્યલ મીડિયા પર લડ્ડુ ગોપાલના ફોટોનો ડી.પી માં મુકતી હતી. સવારે ડી.પી. અપડેટ ન થતાં ઓફિસ કર્મચારીઓએ ફોન કરીને તેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફોન ઉપડ્યો નહીં, તો તેમણે પડોશમાં રહેતા રાજેશ જૈનને ફોન કર્યો. તેને વિદ્યા દેવી સાથે વાત કરવાનું કહ્યું.

જ્યારે પડોશી રાજેશ જૈને વિદ્યા દેવીને અવાજ આપ્યો ત્યારે કોઈ પ્રતિક્રિયા મળી નથી. ત્યારબાદ જૈને તેમના દીકરાને ઘરની ઉપરની છત પરથી તેના ઘરે જવા કહ્યું. દીકરાએ છત તરફ જોયું તો તે ગભરાઈ ગયો. મહિલાના હાથ અને પગ બાંધેલા હતા, શરીર પણ રેલિંગ સાથે જોડાયેલું હતું. મહિલાનો મૃતદેહ જોઇને તે ડરી ગયો. તે નીચે આવ્યો અને દરવાજો ખોલ્યો. ત્યારબાદ પડોશીઓ અંદર પહોંચ્યા હતા.

ઘટના અંગેની માહિતી મળતાં ડીસીપી ક્રાઈમ દિગંત આનંદ, ડીસીપી દક્ષિણ હરેન્દ્ર મહાવર, એડીસીપી સુલેશ ચૌધરી, એડીસીપી દક્ષિણ અવનીશ કુમાર, જિલ્લા વિશેષ ટીમ, કમિશનરેટની વિશેષ ટીમ, 4 આરપીએસ રેન્કના અધિકારીઓ અને 6 ઇન્ચાર્જ તપાસમાં સામેલ છે. પોલીસ ટીમે સમગ્ર કોલોનીની અલગથી પૂછપરછ કરી રહી છે. આસપાસના તમામ મકાનોમાં તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *