Ratan Tata ને મળ્યો મિલેટ્રીના એરોપ્લેન બનાવવાનો કોન્ટ્રાક્ટ- 6000 લોકોને મળશે નોકરી

ભારતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા નું લગભગ 7 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. રતન ટાટાની કંપની ટાટા અને એરબસે ઓક્ટોબર 2014 માં ભારતીય વાયુસેનાને એરબસ C295 પરિવહન વિમાન માટે સંયુક્ત બિડ કરી હતી. હવે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ નવા લશ્કરી પરિવહન વિમાનોની ખરીદીને લીલી ઝંડી આપી દીધી છે.

લશ્કરી પરિવહન વિમાન સંયુક્ત રીતે ટાટા અને એરબસ દ્વારા ભારતમાં બનાવવામાં આવશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે લશ્કરી ઉડ્ડયન સંબંધિત કોન્ટ્રાક્ટ દેશની કોઈ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હોય. આ આગામી વર્ષોમાં 6000 થી વધુ રોજગારીની તકોનું સર્જન કરશે. આ પહેલ દેશમાં ઉડ્ડયનની અત્યાધુનિક ટેકનોલોજી લાવવામાં ઘણી મદદ કરે તેવી અપેક્ષા છે.

લશ્કરી વિમાનોનો આ સોદો 15,000 કરોડ રૂપિયાથી વધુ હોઇ શકે છે. 2012 થી દેશમાં 56 C295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની દિશામાં કામ ચાલી રહ્યું છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં મામલો CCS સુધી પહોંચ્યો. 16 વિમાનો એરબસ ડિફેન્સ (સ્પેન) માંથી આયાત કરવામાં આવશે જ્યારે બાકીના 10 વર્ષમાં ટાટાની સુવિધામાં બનાવવામાં આવશે.

કોસ્ટ ગાર્ડ અને અન્ય એજન્સીઓ પણ આવા વિમાનો માટે ઓર્ડર આપી શકે છે, જેનાથી તેમની માંગ વધવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં બનેલા C295MW વિમાનની નિકાસ કરી શકાય છે કારણ કે તે આર્થિક પ્રોજેક્ટ હોઈ શકે છે.

2014 ની બિડ મુજબ, ટાટા અને એરબસે ભારતીય વાયુસેનાને એરબસ C295 પરિવહન વિમાનોની સપ્લાય માટે સંયુક્ત બિડ કરી છે. IAF એ 56 જુના વિમાનોની જગ્યાએ તેના કાફલામાં નવા પરિવહન વિમાનોને સામેલ કરવાની યોજના બનાવી છે. જો તેઓ આ બિડ જીતવામાં સફળ થાય છે, તો યુરોપિયન ઉડ્ડયન જાયન્ટ એરબસ પ્રથમ 16 વિમાનો સપ્લાય કરશે. બાકીના 40 વિમાનોનું ઉત્પાદન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ (TAS) દ્વારા ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે.

રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં ખાનગી કંપની દેશમાં લશ્કરી વિમાન બનાવશે.અત્યાર સુધી આ જવાબદારી સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની હતી. હવે પ્રથમ વખત ખાનગી કંપની દેશ માટે લશ્કરી વિમાન બનાવશે. તમામ 56 વિમાનો પર સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ સિસ્ટમ લગાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *