સુરતમાં વરસતા વરસાદની અંદર સીટી બસમાં આગ લાગતા ચીચીયારીથી ગુંજી ઉઠ્યા મુસાફરો- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક સામે વરસી રહેલા વરસાદમાં એક મુસાફરોથી ભરેલી સિટી બસમાં આગ લાગી જતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી…

સુરત(Surat): શહેરના ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક સામે વરસી રહેલા વરસાદમાં એક મુસાફરોથી ભરેલી સિટી બસમાં આગ લાગી જતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. સિટી બસમાં સવાર તમામ મુસાફરોમાં ચીચીયારી મચી ગઈ હતી. જેને ધ્યાનમાં લઈને તાત્કાલિક મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતાં. સુરત ડિસ્ટ્રીક બેંકના ક્લાર્ક એ આ પ્રકારની ઘટનાને જોઈ તાત્કાલિક પણે ફાયરને જાણ કરી દેવામાં આવતા અંતે કોઈ જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. બાદમાં અગનગોળા પર કાબૂ મેળવી લેતા તમામ લોકોએ હાશકારો મેળવ્યો હતો.

મોટી દુર્ઘટના બનતા બનતા ટળી:
ફાયર વિભાગે જણાવતા કહ્યું હતું કે, કોલ 12:35 વાગ્યે કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘોડદોડ રસ્તા પર એક સિટી બસમાં અચાનક જ આગ લાગી હોવાની જાણ થતાની સાથે જ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સીટી બસની આગ પર વરસતા વરસાદમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. લોકોની ભીડ વચ્ચે અને સાકડા રસ્તા વચ્ચે ફાયરના જવાનોએ સમજણ પૂર્વન કામ કરી એક મોટી દુર્ઘટનાને ટાળવામાં  સફળતા મેળવી હતી.

બસમાં રહેલ તમામ મુસાફરો સલામત:
સુરત ડિસ્ટ્રીક બેંકના કર્મચારી અને નજરે જોનાર ધ્રુવ મુકેશ દેસાઈએ જણાવતા કહ્યું હતું કે, હું તો બેંકમાં મારું કામ કરી રહ્યો હતો. લોકોની ભીડ અને ચીચીયારી સાંભળીને બેન્ક બહાર આવતા મુસાફરોથી ભરેલી બસ સળગી રહી હતી. તાત્કાલિક પણે ફાયરની જાણ કરી અને મે એક સીટીઝન તરીકેની જવાબદારી નિભાવી હતી. જોકે સમય સુચકતાને ધ્યાને લઈને મુસાફરો બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા . પરંતુ જો સમયસર બહાર ન નીકળ્યા હોત અને ફાયરના જવાનો સમયસર ઘટના સ્થળે ન આવ્યા હોત તો મોટી દુર્ઘટના થતા વાર ન લાગત.

ઘટના સ્થળે જ બસ બળીને થઇ ખાક:
સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું હતું કે, બસમાં આગ પાછળનું કારણ હાલમાં જાણી શકાયું નથી. પણ ડ્રાઇવરે આગ લાગતાની સાથે જ તાત્કાલિક મુસાફરોથી ભરેલી બસને રોડ બાજુએ ઉભી રાખી દીધી હતી અને તમામને નીચે ઉતરી જવા ચીચીયારી મચી જવા પામી હતી. ડ્રાઇવરની પ્રસંશીય કામગીરીને લઈ તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા. જો કે બસ ઘટના સ્થળે જ બળીને ખાક થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *