વિધાનસભામાં સોમવારે પ્રશ્નકાળ દરમિયાન માંડવી ના ધારાસભ્ય આનંદ ચૌધરીએ ગુજરાતમાં મોરારી બાપુના નામે પણ ગરીબોના હક્કનું અનાજ બારોબાર જાય છે એવી વાત કરી હતી. તેના કાળા પૈસા થાય છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. આક્ષેપમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય સામે સામે આવી ગયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પછી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સતત વાંધો લેતાં હિન્દુ સંતો નું અપમાન કરનાર કોંગ્રેસ પક્ષના નેતા માફી માંગે તેવી માગણી કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ હિન્દુ સંતો ને જ કેમ બદનામ કરે છે? શું વિદેશમાંથી ફંડ મળે છે? એવા સવાલ કરતાં માંડવીના આનંદ ચૌધરી અને પોતાના ક્ષેત્રમાં મોરારીબાપુ ના નામે નકલી રેશન કાર્ડ મળ્યું હોય તેમના નામ હોય તો તેના પુરાવા આપવા પડકાર ફેંક્યો હતો. સામે પક્ષે આક્ષેપો કર્યા પછી આનંદ ચૌધરી ના બચાવમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઊભા થઈને પોતાની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ,”મોરારિબાપુ નહિ પરંતુ સુરતના સાંસદ દર્શના જરદોશને પણ જાણ બહાર તેમની રેશનની દુકાનેથી સસ્તુ અનાજ બારોર સગેવગે થઇ ગયું હતું. આવી તો એક લાખ ફરિયાદો છે.” પ્રશ્ન કાળમાં વાતાવરણ વધુ ગરમ થાય તે પૂર્વે અધ્યક્ષ પોતાના નિર્ણયથી કાર્યવાહી પેન્ડિંગ રાખતા મામલો શાંત પડ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણી વિપક્ષના નેતા કોંગ્રેસના ધારાસભ્ય પોતાના શબ્દો પાછા ખેંચવા અન્યથા માફી માંગણી કરી હતી. આ તબક્કે સામે પક્ષે સિનિયર ધારાસભ્ય નિરંજન પટેલે બેઠા-બેઠા ટિપ્પણીઓ કરતા મુખ્યમંત્રી પણ ગીન્નાયા અને ગૃહમાં બંને પક્ષે વાતાવરણ તંગ બન્યું હતું.
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આનંદ ચૌધરી અને પોતાનો સવાલ પાછો ખેંચવા તથા દિલગીરી વ્યક્ત કરવા સમજાવતા હતા ત્યારે તેમણે ‘ભારતમાં રહેતા બધા જ લોકો હિન્દુ છે’, એમ કહ્યું હતું. આ વિધાનો આરએસએસના કાર્યકરો કરતા રહ્યા છે. વિધાનસભામાં સર્વોચ્ચ સ્થાને થી આવા ઉદગારો થી ધર્મ ભાષા સંસ્કૃતિની વૈવિધ્યતા ફરિયાદ ભારતીય લોકતંત્ર ના હિમાયતીઓ ને ધક્કો લાગ્યો છે.
પ્રશ્નોત્તરી કાળમાં થયેલા વિવાદ બાદ રાહન કૌભાંડ માં વહીસલ બ્લોવર બનેલા સુરતના RTI એકેટીવિસ્ટ અજય જાંગીડે આ બાબત ના પુરાવા રજુ કરીને રાજ્યસરકારના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી માફી માંગશે કે શું? તેવો સવાલ કર્યો હતો.