સુરત (Surat) શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરત શહેરના રાંદેર (Rander) પાલનપુર પાટિયા (Palanpur Patiya) નજીક એક યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દર્દનાક મોત આપ્યું હતું. રવિ નામનો આ વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. મૃતકની માતાએ જણાવતા કહ્યું હતું કે, નોકરીએ થી ઘરે આવી, 10 મિનિટમાં પાછો આવું કહી ઘરેથી 50 રૂપિયા લઈને નીકળ્યો હતો.’ રવિના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક રવિના મામા પ્રવીણભાઈ સોલંકી જણાવતા કહ્યું હતું કે, થોડા સમય પહેલા રવિના પિતાનું મૃત્યુ થયું હતું. વિધવા માતાને આર્થિક મદદ કરવા, અને ઘરની બધી જવાબદારી પૂરી પાડવા રવિ સિક્યુરિટી ગાર્ડની નોકરીએ લાગ્યો હતો. રવિના માતા ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરે છે. જ્યારે મોડી રાત્રે માતાને રવિ ની ખબર પડી ત્યારે સમગ્ર પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
ઘટના બની તે દીવસે, રવિ નોકરીએથી ઘરે આવી, માતા પાસેથી ૫૦ રૂપિયા લઈને બહાર ગયો હતો. અડધી કલાક બાદ માતાને ફોન આવ્યો કે રવિ ની હત્યા થઈ ગઈ છે. આ સમાચાર સાંભળતા જ આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. ’10 મિનિટમાં પાછો આવું’ કહી ઘરેથી નીકળેલા રવિ ક્યારેય પાછો નહીં આવે તે કોઈ ને નહોતી ખબર… હાલ રવિના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.