હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાખો-કરોડો લોકોને મોટી ભેટ આપી છે. ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં ઘટાડો કરીને લોકોને દિવાળીની ભેટ આપી છે. રિઝર્વ બેન્કે શુક્રવારે મૌદ્રિક નીતિની સમીક્ષા રજૂ કરી છે. જેમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ ઘટ્યા બાદ બેન્ક વ્યાજ દર ઘટશે અને લોકોની હોમ લોન, ઑટો લોન વગેરેની ઇએમઆઇ ખુબ જ ઘટી જશે.
RBIએ રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 4.90 ટકા કર્યો
આર.બી.આઇ.એ રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 4.90 ટકા કર્યો છે. જ્યારે કે બેંક રેટ 5.40 ટકા થયો છે. આ સાથે જ ચાલુ વર્ષે વ્યાજ દરમાં અત્યાર સુધીમાં 1.35 ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. આ પહેલા રિઝર્વ બેંકએ ઓગષ્ટ મહિનામાં મુદ્રા નીતિની સમિક્ષા કરી હતી ત્યારે પણ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આર.બી.આઇ.એ વર્ષ 2019-20 માટે દેશનો જીડીપીના અનુમાનમાં સુધારો કર્યો છે. 2019-20માં દેશનો જીડીપી 6.1 ટકા રહેવાનો આર.બી.આઇ.નો અંદાજ છે. જ્યારે કે 2020-21માં જીડીપી 7.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.
RBI cuts repo rate by 25 basis points, from 5.40% to 5.15%. Reverse repo rate adjusted to 4.90% and bank rate at 5.40 %, accordingly. pic.twitter.com/hrKmjKeLL5
— ANI (@ANI) October 4, 2019
આ સાથે આ વર્ષે અત્યાર સુધી વ્યાજ દરમાં 1.35 ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. રેપો રેટ ઘટીને હવે 5.15 ટકા રહ્યો છે. આશા છે કે બેન્ક દિવાળી પહેલાં તેનો ફાયદો ગ્રાહકોને આપશે.
આજે રિઝર્વ બેંકની મોનિટરી પોલિસીની બેઠક યોજાઇ ત્યારે માર્કેટનું તેના પર ફોકસ રહેશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી કમિટી સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે રેપો રેટમાં ફરી એક વખત ઘટાડો કરશે તેવું શરૂઆતથી અનુમાન હતું.
રેપો રેટ ઘટાડશે તો તેનો ફાયદો ગ્રાહકોને તાત્કાલિક મળશે. જો આવું થશે તો સતત પાંચમી વખત રેપો રેટના મોર્ચે રાહત મળશે. તો કેટલાંક જાણકારનું માનવું છે કે આરબીઆઈ બીજી ત્રિમાસિક માટે રિટેઈ મોંઘવારીનું અનુમાન નહીં બદલે પરંતુ પોલિસીનું વલણ કેવું રહેશે તેના પર નજર રહેશે.
સતત પાંચમી વાર એવું બનશે જ્યારે રેપો રેટમાં રાહત મળશે. જણાવી દઇએ કે આ વખતે રેપો રેટમાં ઘટાડાનો લાભ તરત જ ગ્રાહકોને મળવાની આશા છે. હકીકતમાં આરબીઆઇએ તમામ બેન્કોની હોમ લોન, પર્સનલ લોન અને એમએસએમઇ સેક્ટરને તમામ નવા ફ્લોટિંગ રેટ વાળા લોનને રેપો રેટ સહિત બહારના માપદંડો સાથે જોડવાનો નિર્દેશ આપ્યો છે. તેમાં રેપો રેટમાં ઘટાડાનો લાભ લોન લેનારા ગ્રાહકો સુધી જલ્દી પહોંચી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.