ખતરનાક સ્તર પર પહોચ્યો કોરોના, ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ? સરકારે જવાબ આપ્યો

એક દિવસમાં કોરોનાના સૌથી વધારે 3900 નવા દર્દી મળવાથી સરકારમાં હડકંપ મચ્યો છે.કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે? શું ભારતમાં કોરોનાવાયરસ ખતરનાક સ્તર સુધી પહોંચી ગયો છે? આ સવાલ ઉપર સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ વાતને માની છે અને ન ના પાડી છે. લવ અગ્રવાલ ને મીડિયાએ પૂછ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં આટલી મોતની સંખ્યા થી શું સમજવામાં આવે કે ભારતમાં શું કોરોનાવાયરસ નું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યું છે?આ સવાલના જવાબ પર લવ અગ્રવાલે કહ્યું કે ઘણા રાજ્યોએ રિપોર્ટ આપવામાં મોડું કર્યું છે જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં એકદમ થી મોતની સંખ્યા વધીને આવી છે.

અમે દરેક ક્ષેત્રને નજીકથી જોઈ રહ્યા છીએ.જ્યાં એક પણ દર્દી હોય છે તરત તેને કન્ટેન્ટમેન્ટ કરીએ છીએ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે જઈને લોકોની તપાસ કરે છે. તેમણે કહ્યું કે આ લડાઈ એકલા નથી જીતી શકાય તેમ. એમાં લોકોનો સાથ સહકાર જોઈએ.જો કે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એ પણ કોરોનાવાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને નકારી દીધી છે.કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એમ જ પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને મંગળવારે કહ્યું કે ભારતમાં અત્યાર સુધી કોરોનાવાયરસના સામુદાયિક પ્રસારને રોકવામાં સફળ રહ્યું છે.સાથે જ હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે કોરોનાવાયરસ સંકટના કારણે લોકોની આદતમાં જે બદલાવ આવ્યા છે તે આ મહામારી ને રોકવા માટે એક સમાજ માટે સામાન્ય જ રહેશે.

ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે જો ભારતીયો પોતાની દિનચર્યામાં હાથ ધોવા, શ્વાસ સંબંધી અને પર્યાવરણ સ્વચ્છતા ની આદત ને યથાવત જાળવી રાખે છે તો કોરોનાવાયરસ ના સંકટ ને સમાપ્ત થયા બાદ ભવિષ્યમાં પણ જ્યારે દેશમાં મારામારીના આ કાળ ને જોશે તો આદતો અને તે ખરાબ સમયમાં મળેલું વરદાન માની શકાય છે. Lockdown ના મહત્વ પર જોર દેતા હું સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થાની જેમ જ સ્વાસ્થ્ય ઉપર પણ સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે.

સોમવારે દારૂનું વેચાણ શરૂ થયા બાદ તેની ખરીદી કરવા માટે ઉમટી ભીડ અને સામાજિક નિયમોનું ઉલ્લંઘન પર હર્ષવર્ધને કહ્યું કે આપણે દરેક નિર્ણય પર નિરપેક્ષતા થી વિચાર કરવો પડશે અને તેને લાગુ થયા થી પહેલાં તેની અસર નો અંદાજો લગાવવો પડશે જેનાથી તે સુનિશ્ચિત કરવામાં આવી શકે કોરોનાવાયરસ ની સંખ્યામાં વધારો ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *