lockdown માં એક યુવક મુંબઈથી લગભગ 1600 કિલોમીટર દૂર અંતર કાપી યુપીના શ્રાવસ્તી જિલ્લામાં પહોંચી ગયો.ત્યાંથી પોતાના ગામ પણ ચાલ્યો ગયો પરંતુ પ્રશાસને તેણે 14 દિવસ માટે ગામના જ એક સ્કૂલમાં રાખવામાં આવ્યો. ત્યાં તેનું છ કલાકમાં રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું.
શ્રવસ્તી જનપદના malipur ક્ષેત્રના મઠખનવા ગામમાં સોમવારે મહારાષ્ટ્ર પગપાળા ચાલી ચોરી છુપે ગામમાં પહોંચનાર યુવકે દમ તોડી દીધો. યુવકને ગામના સ્કૂલમાં બનેલા કવારંટીન સેન્ટરમાં ૧૪ દિવસ માટે રાખવામાં આવ્યો હતો પરંતુ તે ચૌદ દિવસ તો છોડો ચૌદ કલાક પણ સેન્ટરમાં ન વીતાવી શક્યા.
યુવક સોમવારે સવારે સાત વાગ્યે મહારાષ્ટ્રના મુંબઈ થી લગભગ 1600 કિલોમીટરનું અંતર કાપી પોતાના ગામ પહોંચ્યો. દિવસમાં લગભગ એક વાગ્યે વાત કરતાં કરતાં તેનું રહસ્યમય રીતે મોત થઈ ગયું.
કવારંટીન સેન્ટરમાં યુવકના મૃત્યુ ની ખબર આગની જેમ ફેલાઇ ગઇ. જેનાથી જનતામાં હડકંપ મચી ગયો.સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અફરાતફરી માં ત્યાં પહોંચ્યા જ્યાં કોરોના પ્રોટોકોલ અંતર્ગત તેમના શરીરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.
તેમજ મૃતકની લાશ પાસે પહોંચેલા પરિવારના લોકોએ તેને સ્કૂલમાં કવારંટીન કરવામાં આવ્યા.મૃતકના ઘરવાળા નો દાવો છે કે જે રીતે તેના શરીરની હાલત ખરાબ હતી તેનાથી તેને લાગી રહ્યું છે કે પગપાળા ચાલી આટલું લાંબુ અંતર કાપી તેને આવવું પડ્યું હશે.
આ સમગ્ર મામલે શ્રાવસ્તીના ભાર્ગવે જણાવ્યું કે આ વિશે કોઈ સ્પષ્ટ કહી શકાય તેમ નથી કે તેનું મૃત્યુ કયા કારણોથી થયું છે. આ વ્યક્તિ સોમવારે સવારે સાત વાગ્યે મહારાષ્ટ્રથી આવ્યો હતો. હજુ આના વિષે કશું સ્પષ્ટ નથી થતું ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.