5 જાન્યુઆરી 2022ના રોજ ભટીંડા(Bathinda)થી ફીરોજપુર(Ferozepur)નો વડાપ્રધાન(PM modi)નો નિશ્ચિત કાર્યક્રમ હેલિકોપ્ટર મારફત જવાનો હતો, તે અચાનક બદલીને રોડ માર્ગે જવાનુ નક્કી કર્યું. રાજ્ય સરકારે રોડ ક્લિયરન્સ માટે જરૂરી કામગીરી કરી હતી, પણ એક ઓવરબ્રિજ પાસે કિસાનોએ વાહનોથી અવરોધ સર્જ્યો હતો, જેના કારણે વડાપ્રધાનને પરત જવું પડ્યું ! પંજાબ(Punjab)માં વડાપ્રધાનની સભામાં 700 માણસોની પાંખી હાજરીના કારણે સભામાં જવાને બદલે વડાપ્રધાન પરત દિલ્હી જવા ભટીંડા એરપોર્ટ(Bhatinda Airport) પહોંચ્યા; ત્યાં એરપોર્ટ અધિકારીઓને વડાપ્રધાને કહ્યું કે ‘તમારા CMને ધન્યવાદ કહેજો. હું જીવતો પરત ફરી શક્યો !’ આ ઘટનાએ ચર્ચા જગાવી છે.
ત્યારે આ ઘટના અંગે પૂર્વ IPS રમેશ સવાણી(IPS Ramesh Savani)એ કહ્યું છે કે, ખાડો ખોદે તે પડે ! વાવે તેવું લણે ! કરે તેવું ભોગવે ! વડાપ્રધાન જ્યારે ગુજરાતના CM હતા ત્યારે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર જૂતું ફેંકાયું હતું ત્યારે તેઓ ચૂપ રહ્યા હતા ! બનાસકાંઠામાં રાહુલ ગાંધી ઉપર પથ્થર ફેંકાયો ત્યારે ચૂપ રહ્યા હતા ! શું એ સમયે સ્થાનિક સરકારનો વાંક ન હતો? જો ન હોય તો પંજાબથી સભા કર્યા વિના વડાપ્રધાનને પરત ફરવું પડ્યું તે માટે વડાપ્રધાન, પંજાબ સરકાર/પંજાબ પોલીસનો વાંક કઈ રીતે કાઢી શકે? કિસાન આંદોલનમાં 700 લોકોનો ભોગ લેવાયો; કિસાનો ઉપર વોટર કેનન/લાઠીચાર્જ/તંબૂ ઉખેડ્યા/રોડ પર ખીલા ધરબ્યા/સત્તાપક્ષના ભક્તોને મોકલી હુમલા કરાવ્યા/કિસાનોને દેશદ્રોહી-આતંકવાદી કહ્યા; એ બધું વડાપ્રધાન ભૂલી ગયા? આંદોલનમાંથી પરત ફરેલા કોઈ કિસાનોએ ‘અમે વડાપ્રધાનના જુલમથી બચી ગયા’ એવું કહ્યું નથી !
વડાપ્રધાનની સલામતીની આખરી જવાબદારી કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓની છે, તેમના ઈનપુટ મુજબ રાજ્ય પોલીસ કામ કરે છે. પ્રથમ જવાબદારી તેમની થાય/કેન્દ્રીય ગૃહમંત્રીની થાય. વડાપ્રધાનની સુરક્ષા સંભાળતી SPG-Special Protection Group પણ કેન્દ્ર સરકાર હસ્તક છે. રાજ્યની પોલીસની ભૂમિકા પણ હોય છે; પરંતુ તે કેન્દ્રની ગુપ્તચર એજન્સીની સૂચનાઓ મુજબ કામ કરે છે. SPGના અધિકારી તરફથી સ્થળ વિઝિટ કર્યા બાદ ‘All well’નો લેખિત રીપોર્ટ PMOને પહોંચે પછી જ વડાપ્રધાનનો પ્રવાસ શરુ થાય છે. ટ્વિટર ઉપર ‘ગો બેક PM’ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું હતું તે ગુપ્તચર એજન્સીઓને નહીં દેખાયું હોય? ‘500 કિસાનો શું મારા માટે મર્યા છે?’ વડાપ્રધાનના આ શબ્દોના કારણે કિસાનોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો!
વડાપ્રધાન રીસાઈને પરત જતા રહ્યા, તે માટે સૌપ્રથમ તો કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓની જવાબદારી બને છે. કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી બને છે. આ સંજોગોમાં વડાપ્રધાન પંજાબ સરકાર/પંજાબ પોલીસનો વાંક કાઢે તે જરા પણ ઉચિત નથી ! જુદા જુદા રાજ્યોમાં PMની અનેક સભાના બંદોબસ્ત મેં કર્યા છે. જ્યાં સુઘી સભાસ્થળે લોકોની ભીડ ન થાય ત્યાં સુધી સમય પસાર કરવાની તેમની આદત છે. શક્યતા તો એ છે કે ગુપ્તચર એજન્સીએ જ સભામાં પાંખી હાજરી અંગે વડાપ્રધાનને ચેતવ્યા હશે ! એટલે આફતમાં અવસર શોધવાની ટેવના કારણે વડાપ્રધાન સહાનુભૂતિના નાટકનો વ્યર્થ અભિનય કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.