આ યુવા શિક્ષકે લાડકી બહેન માટે છપાવેલી કંકોત્રીમાં લખેલો આ સંદેશ અચૂક વાંચજો…

આજકાલ સમગ્ર દેશમાં નવા આરટીઓ નિયમો લાગુ થયા છે. જેમાં હેલ્મેટ પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે ,જેનો હેતુ નાગરિકોની સુરક્ષાનો છે. દિવાળી પછી લગ્નસરાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આજના યુવાનોને એક પ્રેરણા મળે તેવું કાર્ય સુરતના યુવા શિક્ષક તુષાર ધામેલીયાએ કર્યું છે.

તેવામાં લોકોમાં હેલ્મેટ પેહરવા અંગે જાગૃતતા આવે તેવા હેતુસર સુરતના યુવા શિક્ષક તુષાર ધામેલીયાએ પાસપોર્ટ જેવી ડીઝાઈનમાં આખી કંકોત્રી છપાવી છે.તેના કવર ઉપર “હેલ્મેટ પહેરો અને પહેરવો” , “તમારા સ્વજન તમારી ઘરે રાહ જોઈ રહ્યા છે “ એવો સંદેશ લખાવ્યો છે.જે ખરેખર પ્રશંશાને પાત્ર છે.

ત્રિશુલ ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં યુવા શિક્ષક તુષાર ધામેલીયા જણાવ્યું હતું કે, મને આ મેસેજ લખવાની પ્રેરણા હાલમાં દેશના નાગરિકોની સુરક્ષા માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમ ને જોઈને આવી હતી. દેશના પ્રધાનમંત્રી કે કોઇ રાજ્યના મુખ્યમંત્રી કોઈ નિયમ લાવતા હોય છે તો તે પ્રજાના હિતમાં જ હોય છે. તો પ્રજા કેમ આ નિર્ણયને અમલમાં લાવી ને સુરક્ષિત ન બને હેલ્મેટ પહેરવાથી ફાયદો નાગરિકોને જ થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *