જૂનાગઢમાં ટ્રીપલ અકસ્માત- વંથલી નજીક પ્રવાસે નીકળેલી સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, 13 વિધાર્થીઓ…

Triple accident in Junagadh: વંથલી જૂનાગઢ હાઇવે પર બાઈક ચાલકને બચાવવા જતા બાળકોને પ્રવાસમાંથી પરત પોરબંદર તરફ જતી મિની બસ ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં જતી…

Triple accident in Junagadh: વંથલી જૂનાગઢ હાઇવે પર બાઈક ચાલકને બચાવવા જતા બાળકોને પ્રવાસમાંથી પરત પોરબંદર તરફ જતી મિની બસ ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં જતી રહી હતી, જે સામેથી આવતી આણંદ જિલ્લાના આસોદર ગામની શાળાના વિધાર્થીઓના પ્રવાસની બસ સાથે અથડાઈ( Triple accident in Junagadh ) હતી. આ અકસ્માતમાં આસોદરની 12 વિધાથની સહિત 13ને ઉપરાંત બે બાઈક સવાર, ત્રણ કારમાં સવાર વ્યક્તિ અને 15 જેટલા મીની બસમાં સવાર વિધાર્થીઓ મળી કુલ 31ને ઇજા થઇ હતી.

ટ્રિપલ અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ, જુનાગઢના વંથલી પાસે ત્રિપલ એકસ્માત સર્જાયો હતો જેમાં આણંદની આસોદર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓની પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો. આણંદની શાળાના બાળકો પ્રવાસ પર ગયા હતા. જે બસ સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથથી જુનાગઢ તરફ આવી રહી હતી અને ત્યારે જ એક ટ્રાવેલ્સ અને એક કાર સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.આણંદની આસોદર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સૌરાષ્ટ્ર દર્શન કરાવવાનો પ્રવાસ હતો. જેમાં સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે વિદ્યાર્થીનીઓની બસને ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વંથલી પી એસ આઈ વાય.બી.રાણા, મામલતદાર ડી.જે.જાડેજા તેમજ તમામ પોલીસ સ્ટાફ તેમજ લોકો ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડી ક્રેન મારફત બસને ખસેડી તાત્કાલિક વાહન વ્યવહાર પૂર્વરત કરાવ્યો હતો. 12 થી 15 ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોટે ભાગે ગંભીર ઈજાઓ થયેલ હોવાનું લાગી રહ્યું છે.

કિલ્લોલ કરતા વિદ્યાર્થીઓ અકસ્માતથી હેબતાઈ ગયા
બંને શાળા પ્રવાસની બસમાં વિદ્યાર્થીઓ આનંદ કિલ્લોલ કરતા હતા ત્યારે અચાનક બસનો અકસ્માત થતા તેમાં સવાર વિધાર્થીઓ હેબતાઇ ગયા હતા. પોરબંદર પંથકની શાળાના વિધાર્થીઓને વંથલી ગુરૂકુળમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં આ વિધાર્થીઓના વાલીઓમાં ચિંતા વ્યાપી હતી.

એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાઈ
આ અકસ્માતમાં આણંદ જિલ્લાના આસોદરની એક વિધાથનીને ગંભીર ઇજા થતાં તેણીને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેણીને રાજકોટ ખસેડવામાં આવી હતી. આ બનાવથી શિક્ષકો અને વિધાથનિઓમાં ચિંતા વ્યાપી હતી.

ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવા પાંચ એમ્બ્યુલન્સને ફેરા કરવા પડયા
પ્રવાસની બસને થયેલા અકસ્માત બાદ વંથલીની બે તેમજ આસપાસની ત્રણ મળી કુલ ૫ એમ્બ્યુલન્સને દોડાવવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવા ફેરા કરવા પડયા હતા.