બોલિવુડના કિંગ ગણાતા શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલ છે, જેમાં તેનાં અંદાજમાં થોડુ પરિવર્તન આવી રહ્યું છે. શાહરૂખનાં ઘરને પ્લાસ્ટિકના કવચથી ઉપરથી નીચે સુધી સિલ કવર કરવામાં આવ્યું છે, જે વાતની ચર્ચા થવા લાગી છે, કે આ અભિનેતાએ પોતાના ઘરને કોરોનાથી બચાવી રાખવા માટે આવું કાર્ય કર્યું છે. જો કે,આ સત્ય નથી. તો ચાલો જાણીએ કે ‘મન્નત’ને શા માટે કવર કરવામાં આવ્યું છે?
શાહરૂખ ખાનનાં ઘરને સફેદ પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યું છે. જેનાં ફોટાઓ સોશિયલ મીડિયા પર ઘણાં વાયરલ થઈ રહ્યાં છે. સૂત્રો પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે, કે કોરોના એ એરબોર્ન થાય છે, જેથી શાહરૂખ ખાને તેના ઘરને સુરક્ષિત રાખવા માટે પોતાના ઘરને કવર કરી નાંખ્યું છે.
શાહરૂખ ખાને વર્ષ 2001માં તેમણે આ બંગલો ખરીદ્યો હતો અને ત્યારપછી તેની કિંમત કુલ 13.32 કરોડ રૂપિયા હતી. અહેવાલો મુજબ હાલમાં આ બંગલાની કિંમત કુલ 200 કરોડથી પણ વધુ છે. મન્નતની આસપાસ ઘણી મોટી હસ્તીઓના ઘર આવેલા છે.
ઘરને ઢાંકવા માટેનું સત્ય કંઈક અલગ છે, મન્નતને વરસાદને લીધે ઢાંકવામાં આવ્યું છે. શાહરૂખના એક નિકટના મિત્રએ જણાવતાં કહ્યું હતું, કે ચોમાસાને લીધે મન્નતને સંપૂર્ણ રીતે કવર કરવામાં આવ્યું છે, અને આવું પહેલીવાર બન્યું નથી પણ દર વર્ષે આ જ કરવામાં આવે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, દરિયા કિનારાને લીધે આ ઘરો પર ભેજની ખૂબ જ ઝડપી અસર થાય છે, અને તેથી દર વર્ષે ચોમાસા દરમિયાન ઘરોની સુરક્ષાને પગલે આવી રીતે ઘરને ઢાંકવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news