પૃથ્વીની પર માનવનું અસ્તિત્વ જ્યાર થી છે ત્યારથી તેના અસ્તિત્વનું એકમાત્ર કારણ ભગવાન સૂર્યદેવ રહ્યા છે.સૂર્ય ઉર્જા જ માનવને દરેક પ્રકારની શક્તિના સ્ત્રોત આપે છે.હિન્દુ ધર્મગ્રંથોમાં અને માન્યતાઓમાં પણ સૂર્યદેવનું સ્થાન હંમેશા ઊંચું રહ્યું છે.ભગવાન સૂર્યદેવને જળ ચડાવવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો ઉપરાંત અન્ય લાભો રહેલા છે.
આ સિવાય સૂર્યદેવને જળ ચડાવવાથી શરીરને પણ ઘણા બધા ફાયદાઓ થાય છે.જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યનો ગ્રહ મજબૂત હોય તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ ખૂબ જ તેજસ્વી હોય છે.પોતાના દરેક કાર્યોમાં તેનો પ્રભાવ રહે છે અને તેના કારણે તેને દરેક કાર્યોમાં સફળતા મળે છે.સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધે છે.આ બધા માટે કુંડળીમાં સૂર્યદેવ નું મજબૂત હોવું જરૂરી છે.
હવે જે લોકોને કુંડળીમાં સૂર્યનો ગ્રહ મજબૂત નથી તેમણે શું કરવું જોઈએ? તો જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહને કુંડળીમાં મજબૂત કરવા માટે સવારે સૂર્યોદયના સમયે સૂર્યદેવને જળ ચડાવવાનું કહેવામાં આવે છે.સૂર્ય દેવને જળ ચડાવવાની સાથે એક વાતનું ખાસ પાલન કરવું જરૂરી છે જો તમે સૂર્યદેવને રાજી કરવા માંગો છો તો.
સૂર્ય દેવને જળ ચડાવતા સમયે તમારે ” ૐ ધૃણિ સૂર્ય આદિવ્યોમ “ નામના મંત્રનો જપ કરવાથી ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થાય છે.આ મંત્રથી શરીર પર હકારાત્મક પ્રભાવો પડે છે અને ઉર્જાનો સંચાર થાય છે.આ રીતે સૂર્યદેવને જળ ચડાવવાથી વેપાર અને ધંધામાં વૃદ્ધિ થાય છે.ધનનો વ્યય થતો અટકે છે અને પૈસા ખોટી જગ્યાએ ફસતા અટકે છે.ઘરમાં સુખ,સમૃધ્ધિ અને શાંતિનો વાસ થાય છે.
આ સિવાય સૂર્યદેવને જળ ચડાવવાથી ઘણા ફાયદાઓ પણ થાય છે.સૂર્યદેવને જળ ચડાવવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે એવું વિજ્ઞાન પણ સાબિત કરી ચૂક્યું છે.સૂર્યને જળ ચડાવવાથી વ્યક્તિત્વ તેજસ્વી બને છે અને ચામડીના રોગો પણ થતાં નથી.સૂર્યને જળ ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે સૂર્યદેવને ક્યારેય આપણ સીધા ના જોવા.જળ ચડાવતી વખતે પાણીથી ધારાની વચ્ચેથી સૂર્યદેવના દર્શન કરવા.આ રીતે સૂર્યદેવના દર્શન કરવાથી તમારી આંખોની દ્રષ્ટિ પણ વધશે અને જોવાની ક્ષમતામાં વધારો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.