ગુજરાતમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો- જાણો ક્યાં કેવા હાલ છે?

ગુજરાત: ગુજરાત(Gujarat)માં છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ સપ્ટેમ્બર મહિના(The month of September)માં પડેલ વરસાદે તોડ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ 17 ઈંચ, એટલે કે 52 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. આ વખતે જૂન(June), જુલાઈ(July) અને ઓગસ્ટ(August) એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 ઈંચ વરસાદ પડયો હતો. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકા(Kaprada taluka of Valsad)માં 112.84 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે, જ્યારે સૌથી ઓછો કચ્છના લખપત(Lakhpat of Kutch)માં માત્ર 7.88 ઈંચ જ વરસાદ પડયો છે. મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સીઝનનો અંદાજે 60થી 70 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ પડયો છે. માત્ર સવા બે ઈંચ ઓગસ્ટ મહિનામાં વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં ભારે વરસાદ જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં પડયો હતો. આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 28 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદ પડયો છે.

છેલ્લાં 6 વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 4.5 ઈંચ વરસાદ વરસે છે. ગત વર્ષે પણ 4.93 ઈંચ જ વરસાદ વરસ્યો હતો, પરંતુ એના આગળના વર્ષે 2019માં સપ્ટેમ્બર મહિનામાં 13.52 ઈંચ વરસાદ પડયો હતો, જેથી આ વર્ષે વરસાદની ઘટ તો પૂરી થતી જોવા મળે છે. જો 2019ની જેમ સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ગુજરાતના 70થી વધુ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છે, જેમાં ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 213 ટકા જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે.

આ તાલુકામાં સરેરાશ 27.48 ઈંચ જેટલો વરસાદ વરસે છે. ત્યારે અત્યારસુધીમાં 54.32 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછો વરસાદ ખેડાના ઠાસરા તાલુકામાં માત્ર 37 ટકા જ પડયો છે. આ તાલુકાઓમાં સરેરાશ 31.84 ઈંચ જેટલો વરસાદ પડયો છે, પરંતુ આ વખતે અત્યારસુધીમાં માત્ર 12 ઈંચ જેટલો જ વરસાદ નોંધવામાં આવ્યો છે.

રાજ્યમાં ઈંચની દૃષ્ટિએ સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ, જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં માત્ર 7.88 ઈંચ જ વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાને વિભાગના જણાવ્યા અનુસાર, હજુ બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *