INDIAN ARMY RECRUITMENT 2023: ભારતીય સેનામાં કરો ભરતી, મળશે 81,100 રૂપિયા પગાર. ભારતીય સેનાએ દેશના યુવાનોને સરકારી નોકરી(Govt job) કરવાની સુવર્ણ તક આપી છે. જે હેઠળ આ ભરતીમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, લોઅર ડિવિઝન ક્લાર્ક અને મેસેન્જરની જગ્યાઓ માટે ભારતીય રાષ્ટ્રીયતા ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ભારતીય સૈન્ય ભરતી 2023 ની સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ, આપવામાં આવેલા પોસ્ટ્સ માટે કુલ પોસ્ટ્સની સંખ્યા ત્રણ છે.
ભારતીય સૈન્ય ભરતી 2023 ની સત્તાવાર સૂચના મુજબ, પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને દર મહિને 81,100 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર થશે. સાથે જ જો વાત કરવામાં આવે ભારતીય સૈન્ય ભરતી 2023 ની સત્તાવાર સૂચના અનુસાર, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે અને મહત્તમ વય મર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક/કૌશલ્ય/પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા તમામ વિગતોથી માહિતગાર કરવામાં આવશે. ભારતીય સૈન્ય ભરતી 2023 ની અધિકૃત સૂચના અનુસાર, ઉમેદવારો સત્તાવાર સૂચનામાં આપેલ આવેદન ફોર્મ ભરી શકે છે અને તમારું યોગ્ય રીતે ભરેલું અરજીપત્ર કર્નલ (જનરલ સ્ટાફ), હેડક્વાર્ટર 111 સબ એરિયા, બેંગડુબી મિલિટરી સ્ટેશન, પોસ્ટ ઓફિસ – બેંગડુબી, ડિસ્ટ્રિક્ટ- દાર્જિલિંગ, PIN-734424 સરનામે પોસ્ટ થકી મોકલી શકો છો.
ભારતીય આર્મી ભરતી 2023 પગાર:
સ્ટેનોગ્રાફર ગ્રેડ II માટે પોસ્ટ પર લેવલ 4 અનુસાર, પગાર 25,500 થી 81,100 રૂપિયા પ્રતિ મહિને મળવા પાત્ર થશે. લોઅર ડિવિઝન ક્લાર્ક માટે પોસ્ટમાં નોકરી મેળવનારાઓને લેવલ 2 મુજબ દર મહિને રૂ. 19,900 થી રૂ. 63,200 સુધીનો પગાર મળવા પાત્ર થશે. જયારે મેસેન્જર માટે- આ પોસ્ટમાં નોકરી મેળવનાર વ્યક્તિને દર મહિને 18,000 રૂપિયાથી 56,900 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.