Recruitment in ayurvedic college,Gandhinagar: આયુર્વેદ કોલેજ ગાંધીનગર માટે વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટેની જાહેરાત 4 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યુ હતુ. આ ભરતી માટે પસંદગી(Recruitment in ayurvedic college,Gandhinagar) ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. જેના માટે ઉમેદવારોએ 12 જુલાઇ 2023 ના રોજ ઇન્ટરવ્યૂના સ્થળે પહોંચવાનું રહેશે
આયુષની કચેરી ગુજરાત સરકાર દ્વારા બહાર પડાયેલ આ ભરતીમાં ઓફલાઇન કે ઓનલાઇન કોઇ પણ માધ્યમથી ફોર્મ ભરવાનું નથી. બસ ઇચ્છુક ઉમેદવારોએ સીધું ઇન્ટરવ્યૂમાં પહોંચવાનું છે.
પોસ્ટ અને પગારધોરણ
આ ભરતીમાં પ્રોફેસર અને રીડર એમ બે પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જાહેરાત અનુસાર પ્રોફેસરની પોસ્ટ માટે મહિને 1 લાખ રૂપિયાનો પગાર તો રીડરની પોસ્ટ માટે 80 હજારનો પગાર ચુકવવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, ગ્રેજ્યુએશન સર્ટી તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ,અનુભવનું સર્ટીફિકેટ અને જો રિસર્ચ પેપર અથવા બુક પબ્લીશ કરી હોય તો તે પણ મુકવાનું રહશે.
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
ઇન્ટરવ્યૂની તારીખ 12 જુલાઈ 2023 સવારે 9:00 કલાકે શરુ થાય છે
ઇન્ટરવ્યુનું સ્થળ –નિયામક શ્રી, આયૂષની કચેરી, બ્લોક નં-1, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, 382010 છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube