ICICI bank job: ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Industrial Credit and Investment Corporation of India– ICICI) એ 1000 વધુ ખાલી જગ્યાઓ પર ભરતી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે બેંક દ્વારા 10 જૂન 2023ના રોજ એક ઓફિસીયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ભરતી રિલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે કરવામાં આવી છે. આ ભરતી માટેની તમામ માહિતી મેળવવા માટે તેમની ઓફિસીયલ વેબસાઇટ https://www.icicibank.com/ ની મુલાકાત લઈ શકો છો.
કઇ જગ્યા માટે ભરતી થશે?
તમને જણાવી દઈએ કે આ ભરતીમાં બેંક રિલેશનશિપ મેનેજર એટલે કે કસ્ટમર રિલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરી રહી છે. આ ICICI બેંક ભરતીમાં કુલ 1000 જગ્યાઓ ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય શહેરોમાં પણ પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં, ઉમેદવારને ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે. જો બેંક ઇચ્છે તો તે મેરિટ અથવા અન્ય કોઇ માપદંડનો ઉપયોગ પણ કરી શકે છે.
લાયકાત:
આ ભરતી માટે અરજી કરવા માટે, તમારે કોઈપણ વિષયમાં સ્નાતક અથવા અનુસ્નાતક હોવું જોઈએ અને તમારી પાસે 0 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
આ રીતે અરજી કરો:
તમને જણાવી દઈએ કે આ ભરતી માટે બેંક વતી નોકરી ડોટ કોમ પર એક જાહેરાત પોસ્ટ કરવામાં આવી છે.
અરજી કરવા માટે, Google પર Naukari.Com સર્ચ કરો, પછી આ વેબસાઇટ પર ICICI બેંક સર્ચ કરો.
હવે તમે પોસ્ટ વિશેની તમામ માહિતી જોશો.
હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલા Apply Now બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.