Vadodara municipal recruitment: વડોદરા મહાનગરપાલિકામાં ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજીઓ(Vadodara municipal recruitment) બહાર પાડવામા આવી છે. આ ભરતીની નોટિફિકેશનની તારીખ 16 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય કોઈ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના ધોરણ 12 ના મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 પાસ માટે કરવામાં આવશે.
પગારધોરણ
આ મહાનગર પાલિકાની એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ રૂપિયા 7000 થી 9000 ચુકવવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં કુલ 30 જેટલી જગ્યાઓ બહાર છે.
આ રીતે કરો અરજી
વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
ઉમેદવારે ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ પણ કાઢી લેવાની રહેશે.
ફોર્મમાં તમામ વિગતો ભરીને સાથે ડોક્યુમેન્ટ્સ જોડી દેવા
હવે આ અરજી ફોર્મ તથા જરૂરી પુરાવાઓ સામાન્ય વહીવટી વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/01, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા – 390209 ખાતે પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી મોકલવા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.