હરીફાઇ અને ભાગદોડ વાળી જીવનશૈલીએ ડિજીટલયુગનું લક્ષણ બની ગયું છે. સતત નોકરી અને વ્યવસાયમાં વ્યસ્ત રહેતા લોકોના હેલ્થ પર વિપરીત અસર થઇ રહી છે. આવા સંજોગોમાં એક સ્ટડી મુજબ નોકરીમાંથી રજા લેનારા લોકોને હાર્ટએટેકની શકયતા ઓછી રહે છે. મનોવિજ્ઞાાન અને હેલ્થ અંગેના અંકમાં પ્રકાશિત માહિતી મુજબ નોકરી કે બિઝનેસથી થોડાક સમય વિરામ લેવાથી પાચન સંબંધી બિમારીઓ જલદી મટે છે.
એટલું જ નહી હ્વદયરોગનો ખતરો પણ ઓછો થઇ જાય છે. અમેરિકાના સિરૈકયૂઝ યૂનિવર્સિટીના સહાયક પ્રોફેસર બ્રાયસ હ્વયુસ્કાના જણાવ્યા મુજબ જો લોકો વર્ષ દરમિયાન પોતાના માટે રજા લેતા નથી તેઓને પાચનસંબંધી સિન્ડ્રોમ અને બીમારીઓનું જોખમ વધારે રહે છે. પાચન સિંડ્રોમ હ્વદય રોગ પ્રકારની ગંભીર બીમારીઓ ઉભી કરે છે. કેટલીક શારીરિક વ્યાધિઓ એવી હોય છે જે નોકરીના સ્ટ્રેસ અને સતત શ્રમના કારણે સર્જાઇ હોય છે તેમાં રાહત રહે છે અથવા તો મટી પણ જાય છે.
રજા લેવાથી રુટિન તૂટવાથી શારીરિક અને માનસિક સ્ફૂતિનો અનુભવ થાય છે. સ્ટ્રેસ દૂર કરીને વધારે એનર્જી માટે કામકાજના દિવસોથી દૂર રહેવું વધારે ઉપકારક છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં નોકરી તથા વ્યવસાયના સ્થળેથી રજા મળવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે આથી યુવા વર્ગને પણ હ્વદયરોગની બીમારી વધતી જાય છે. અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓફિસ કે કામકાજના સ્થળે સરળતાથી રજા મળતી ન હોવાથી બહાના કાઢવાનું વલણ જોવા મળે છે જેને બર્ન આઉટ સિન્ડ્રોમ નામ આપ્યું હતું. આ એક એવી માનસિક બીમારી છે લાંબા સમય સુધી રજા નહી મળવાથી ઉભી થાય છે