ટ્રેનની ગતિ ઘટાડવાના નિર્ણયથી બચ્યા સિંહોના જીવ- જુઓ તસ્વીર

Published on: 1:44 pm, Mon, 31 December 18

ગુજરાતમાં ગીરના જંગલામાં જ એશિયાઇ સિંહ વસવાટ કરે છે. પરંતુ કેટલીક વાર આ સિંહોમાંથી કેટલાક સિંહો ટ્રેનની અકસ્માતે મોત થાય છે. હાલમાંજ અમરેલી પાસે ટ્રેન નીચે આવી જતા ત્રણ જેટલા સિંહોના મોત થયા હતા.  ટ્રેન ની ગતિ અને પાટાની આસપાસ તારની વાડ ન હોવાને કારણે ગુજરાત સરકારે ટ્રેન ની ગતિ આ વિસ્તારમાં ઓછી કરવામાં આવશે તેવી જાહેરાત કરીને પાલન શરૂ કર્યું  હતું.

10 દિવસ પહેલા ગીરના જંગલ નજીક અમરેલી પાસે ત્રણ સિંહોના ટ્રેનની નીચે આવીને મોત થયા હતા. ત્યાર બાદ ગુજરાત સરકરે આ વિસ્તારમાંથી પસાર થતી પૈસેન્જર અને ગુડ્સ ટ્રેનની ગતિ ઓછી કરવામાં આપવાનું સૂચન આપવામાં આવ્યું છે. તેનું પાલન કરતા આજે જ ટ્રેનના ટ્રેક પર બેઠેલા સિંહને ટ્રેનના ડ્રાયવરની સર્તર્કતાને કારણે બચાવી લેવામાં આવ્યા છે.

સિંહ ટ્રેનને જોઇ ગયો હતો પરંતુ ભાગવાને બદલે આરામથી ધીમે ધીમે ટ્રેક પસાર કરી  રહ્યો હતો. લોકો પાયલોટને દૂરથી જ સિંહને જોઇ લીધો હતો અને ધીરે ધીરે ટ્રેનની ગતિને કાબૂમાં લીધી હતી અને થોભાવી દીધી હતી. ટ્રેન એકદમ સિંહની નજીક આવીને થોભી ગઇ હતી. સિંહ ટ્રેક પસાર કર્યા બાદ જ લોકો પાયલોટે ટ્રેનને આગળ ધપાવી હતી.

આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી હતી. જેમાં સિંહોના ટ્રેનની ટક્કર વાગતા મોત થયા હતા. જો આ અંગે સતર્કતા રાખવામાં આવે તો આ પ્રકરાના અકસ્માતથી થતા સિંહોના મોતને બચાવી શકાય છે.