સુરતમાં 10 વર્ષીય બાળક માટે ઉત્તરાયણ બની મોતની સવારી: ચોથા માળેથી નીચે પડતા થયું દર્દનાક મોત

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણની ઉજવણી કરવાં માટે સવારથી જ સુરતીઓ સરકારના નિયમોનું પાલન કરતાં મર્યાદિત સંખ્યામાં ઘરની અગાસીએ એકત્ર થઈને પતંગના કરતબ દેખાડી રહ્યાં હતાં.

દર વર્ષે સાઉન્ડનાં તાલે ઝૂમીને પતંગોના પેચ લડાવતા સુરતીઓ આ વર્ષ દરમિયાન મોબાઈલમાં ગીત વગાડીને પતંગ ચગાવી રહ્યાં છે. આની સાથે જ પક્ષીઓની સારવાર કરનારને પણ ગાઈડલાઈનનું પાલન કરવું પડી રહ્યું છે. પતંગ પકડવા જતાં ચોથા માળેથી 10 વર્ષના બાળકનું પટકાતા મોત થયું છે.

પતંગ પકડવાની લ્હાયમાં ચોથા માળેથી પટકાતા બાળકનું થયું મોત :
શહેરમાં આવેલ સંગરામપુરા મેઇન રોડ પર નવનિર્મિત એક બિલ્ડીંગના ચોથા માળેથી 10 વર્ષનો બાળક નીચે પટકાતા 108મા સારવાર અર્થે સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. જેને ફરજ બજાવી રહેલ તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

10 વર્ષીય અક્ષય રાજુભાઇ ભાગવત બુધવારે વતનથી સુરત રોજગારીની શોધ માટે આવ્યા હતા. કુલ 3 સંતાનોમાં અક્ષય મોટો દીકરો હોવાનું પિતાએ કહ્યું હતું. નવનિર્માણ પામી રહેલ બિલ્ડીગમાં માતા-પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પિતાએ કહ્યું હતું કે, પતંગ પકડવાની લ્હાયમાં દીકરો ચોથા માળેથી નીચે પટકાયો હતો.

પતંગ પકડવા માટે હાઈટેન્શન લાઈનને અડકી જતા કરંટ લાગ્યો :
પાંડેસરા જયવીર ઇન્ડસ્ટ્રયલ એસ્ટેટના એક લુમ્સના ખાતામાં લોખંડના સળિયાથી પતંગ પકડવા માટે ગયેલો યુવાન હાઈટેન્શન લાઈનના કરંટથી ગંભીર રીતે સળગી ઉઠતા 108માં સારવાર અર્થે સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. 28 વર્ષીય સુખધીર જેઠારામ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી તેમજ બુધવારે વતનથી સુરત રોજગારીની શોધ માટે આવ્યો હતો.

ભાઈ બલરામએ કહ્યું હતું કે, હું ઘર વખરીનો સમાન લેવા માટે ગયો હતો. આ દરમિયાન ઘટના સર્જાઈ હતી. જો કે, મોત સામે ઝઝૂમી રહેલ સુખધીર દારૂના નશામાં પતંગ પકડવા માટે ગયો હોવાની વાત સામે આવી રહી છે. આટલું જ નહીં પરંતુ આ ઘટનાની જાણ થયા પછી કારખાનાના માલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલમાં સુખધીરની હાલત ગંભીર હોવાનું કહી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *