અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત કોવિડ-19નું કબ્રસ્તાન બની છે. સિવિલ હોસ્પિટલમાં ગયા શનિવારથી મંગળવાર સુધી તેમ 4 દિવસમાં જ 52 થી 55 કોરોનાવાળા વ્યક્તિઓના મૃતદેહો સીધા સ્મશાન ગૃહે લઈ જવામાં આવતા હતા, પાંચમા દિવસે બુધવારનાં રોજ પણ સવારથી જ મૃતદેહ લેવા માટે સગાઓનો જમાવડો જામ્યો હતો, ત્યાર બાદ દિવસમાં એકલ-દોકલ મૃતદેહ સ્મશાન ગૃહે રવાના કરવામાં આવી હતી, મૃતદેહો લેવા માટે સગાંઓની પાંચમા દિવસે પણ ભીડ એકઠી હતી, ઘણા સગાં ચૌધાર આંસુએ રડતાં દેખાયા હતા.
હાજર લોકોનું માનીએ તો બુધવારનાં રોજ પણ દસ કરતા વધારે મૃતદેહો સિવિલની 1200 બેડનાં મૃતદેહ વોર્ડ વિભાગેથી લઈ જવાયા છે. બીજી બાજુ મૃત્યુનાં આંકડા વિશે સિવિલ હોસ્પિટલનું તંત્ર એક હરફ સુધ્ધાં ઉચ્ચારવા તૈયાર નથી. હોસ્પિટલનાં સત્તાધીશો એવું રટણ કરે છે કે, હાલ અમને આજનાં આંકડા અંગે કશું જ ખબર નથી. ઘણા સગાંઓને મૃતદેહની પ્રક્રિયા સમયે નાણાં આપવા પડતાં હોવાનાં લીધે પણ બુમરાણ મચી છે. દિવાળી બાદ કોવિડ-19નાં સેકન્ડ વેવમાં સિવિલમાં લોકો ટપોટપ મરે છે, છેલ્લા 5 દિવસથી મૃતકોનાં સગાં નિસહાય હાલતમાં મૃતદેહ લેવા કલાકો સુધી રઝળે છે.
સાબરમતીનાં 85 વર્ષનાં વૃદ્ધા જીવતાં હોવા છતાં પણ હોસ્પિટલે મૃત જાહેર કરી દીધા…
સિવિલ કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલ દ્વાર દર્દી જીવતાં હોવા છતાં પણ એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાબરમતી વિસ્તારમાં રહેનાર 85 વર્ષનાં વૃદ્ધા મેડિસિટીમાં સારવાર લેતા હતા તે સમયે શનિવારનાં રોજ સવારનાં સમયે આ પરિવાર જનોને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, તમારા સગાંનું મૃત્યુ થયું છે. આઘાતમાં પરિવારે સગાંઓને વૃદ્ધાનાં મૃત્યુ માટે જાણ કરી હતી તેમજ ઠાઠડી સાથે અંતિમ વિધિનો સામાન પણ ખરીદ્યો હતો, પોણો કલાક બાદ હોસ્પિટલમાંથી પાછો ફોન આવ્યો કે, તમારા દર્દી નહીં આવા જ નામ વાળા બીજા દર્દીનું મૃત્યુ થયું છે. કેન્સર હોસ્પિટલનાં આ પ્રકારનાં ભોપાળાને લઈ પરિવારનાં સમ્ભ્યો ચકરાવે ચઢયા હતાં, કેન્સર હોસ્પિટલમાં કોવિડ-19નાં અગાઉ રાઉન્ડમાં પણ આ પ્રકારનાં બનાવો બન્યા હતા.
સૂત્રો જણાવે છે કે, સાબરમતી જવાહર ચોક પાસે રહેતાં 85 વર્ષનાં વૃદ્ધાની તબિયત શુક્રવારનાં રોજ ખરાબ થઈ હતી, સાંજનાં અરસામાં તેમને સિવિલમાં લઇ ગયા હતાં, સિવિલની કેન્સર હોસ્પિટલમાં તેઓ સારવાર મુજબ હતાં, તેની પછીના દિવસે એટલે કે, શનિવારનાં રોજ સવારનાં અરસામાં આ પરિવાર જનોને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે, તમારા સગાંનું મૃત્યુ થયું છે. ઘરનાં મોભીનું મૃત્યુ થયાની વાત સાંભળીને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ પરિવારે બાનાં મૃત્યુનાં સમાચાર અંગેની જાણ પરિવારજનોને કરી હતી, માત્ર આટલું જ નહીં પણ અંતિમ વિધિ માટે ઠાઠડી સહિતનો સામાન પણ લઇ લીધો હતો, પોણો કલાક પછી હોસ્પિટલમાંથી ફરી ફોન આવ્યો કે, જે દર્દી મૃત્યુ પામ્યા છે તે તમારા સગાં નથી, બીજા કોઈનાં છે, ભળતાં નામને લીધે આવું થયું છે. બીજો ફોન પરિવારનાં સમ્ભ્યો માટે રાહતજનક હતો, પણ પરિવારજનોઈ તપાસ કરી તો જાણ થઇ કે, સાચે તો બાની હોસ્પિટલમાં સારવાર થાય છે તેમજ જીવતાં છે. ઘોર બેદરકારી બાદ પણ નફ્ફટાઈ રાખીને હોસ્પિટલે પરિવાર જનોને ફોન કરી ફરી વખત સગાંને જાણ કરી કે, બા જીવતાં છે, ભળતાં નામનાં લીધે હોસ્પિટલ દ્વારા ભૂલથી ફોન થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle